કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ભાલ વિસ્તારના ઘરોમાં પાણી ન ભરાય તે માટે ભાવનગર જિલ્લા પ્રશાસન તાકીદના પગલાં ભરે

  • કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ વરસાદ બાદ સ્થળ નિરીક્ષણ કર્યું

ભાવનગર: 19 જુન 2025: Heavy Rain, Bhavnagar ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારના વરસાદ પ્રભાવિત ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થવી જોઇએ તેવી સૂચના જિલ્લા તંત્રને કેન્દ્રીય મંત્રી  નીમુબેન બાંભણીયાએ આપી છે.  તેમણે માઢીયા અને સનેસ ગામની સ્થળ નિરીક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

પાળીયાદ, દેવળીયા સહિતના ગામોમાં પાણી ભરાયા

ભાલ વિસ્તારના ગામો પાળીયાદ, દેવળીયા, માઢીયા, સનેશ, રાજગઢ, મીઠાપર અને સવાઈનગર ગામોમાં વરસાદી પાણી ભરાઇ ગયા બાદ  નિકાલ થતું ના હોઈ સ્થાનિક લોકોમાં હાલાકી ઉભી થાય છે. લોકોના ઘરોમાં પાણી ભરાઇ જવાની પરિસ્થિતિ ઉદ્દભવે છે. જેનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક અને લાંબા ગાળા માટે કેવા પગલાં લેવાથી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય તે અંગે મંત્રીએ  માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી હતી. આ તકે બેઠકમાં પ્રભાવિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થળ મુલાકાત બાદ વિશેષ સૂચનો કરાયા

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા અને કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર સહિતના આગેવાનો અને અધિકારીઓ માઢીયા અને સનેસ ગામ વિસ્તારની સ્થળ મુલાકાત બાદની ચર્ચા પણ કરી હતી. સ્થળ મુલાકાત દરમિયાન વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી સત્વરે હાથ ધરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પર જરૂરી મુદ્દાઓ સૂચવ્યા હતા.

બેઠકમાં અપાયા વિવિધ નિર્દેશો 

ભાવનગરના ભાલ વિસ્તારના પ્રભાવિત ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટે કેન્દ્રીય મંત્રી  નીમુબેન બાંભણીયાએ જાત નિરીક્ષણ કરીને   કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ સહિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિવિધ નિર્દેશો આપ્યા હતા.

આ પણ વાંચો: Video: કેદારનાથ યાત્રા દરમિયાન હિંસક અથડામણઃ દંડા અને તીક્ષ્ણ હથિયારથી લોકોએ એકબીજા પર કર્યો હુમલો

આ પણ વાંચો: આ તો ગજબ હો, ૦% ખર્ચ સામે ૧૦૦% ગુણવત્તાયુક્ત ઉત્પાદન : વાંચો કચ્છના ખેડૂતની પ્રાકૃતિક ખેતીથી અધધ કેરીના પાકની વાત

Back to top button