ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

BCCI નમન એવોર્ડ 2026: રાહુલ દ્રવિડ અને રોજર બિન્નીને મળશે કર્નલ સી.કે. નાયડૂ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

નવી દિલ્હી, 14 માર્ચ 2026: BCCI Naman Award 2026:  Board of Control for Cricket in India (BCCI) દ્વારા વર્ષ 2026 માટેના નમન એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે પૂર્વ ભારતીય ક્રિકેટર Rahul Dravid અને પૂર્વ ક્રિકેટર તથા BCCI પ્રમુખ Roger Binny ને પ્રતિષ્ઠિત કર્નલ સી.કે. નાયડૂ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

રાહુલ દ્રવિડ અને રોજર બિન્ની આ એવોર્ડ મેળવનારા અનુક્રમે 32મા અને 33મા ખેલાડી બનશે. અત્યાર સુધી કુલ 31 ભારતીય ક્રિકેટરોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવી ચૂક્યો છે.

1994માં પહેલીવાર અપાયો એવોર્ડ

આ એવોર્ડ સૌપ્રથમ વર્ષ 1994માં પૂર્વ ભારતીય ક્રિકેટર લાલા અમરનાથને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણા દિગ્ગજ ખેલાડીઓને આ સન્માન મળ્યું છે. છેલ્લે 2024માં આ એવોર્ડ ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર ને આપવામાં આવ્યો હતો.

શું છે કર્નલ સી.કે. નાયડૂ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ?

કર્નલ સી.કે. નાયડૂ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ભારતીય ક્રિકેટમાં અદભૂત યોગદાન આપનાર વ્યક્તિઓને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ Board of Control for Cricket in India દ્વારા આપવામાં આવે છે અને તેને ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં ગણવામાં આવે છે.

આ એવોર્ડમાં

  • ટ્રોફી

  • પ્રશસ્તિપત્ર

  • ₹25 લાખનું રોકડ પુરસ્કાર

સમાવવામાં આવે છે.

ભારતના પ્રથમ ટેસ્ટ કપ્તાનના નામ પર એવોર્ડ

આ એવોર્ડનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટ કપ્તાન C. K. Nayudu ના નામ પર રાખવામાં આવ્યું છે. તેમને ભારતના પ્રથમ ક્રિકેટ સુપરસ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ કરિયર 1916થી 1963 સુધી લગભગ 47 વર્ષ ચાલ્યું હતું, જે વિશ્વ રેકોર્ડ માનવામાં આવે છે.

આ દિગ્ગજોને પણ મળ્યું છે સન્માન

આ એવોર્ડ અનેક મહાન ખેલાડીઓને આપવામાં આવ્યો છે, જેમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, દિલીપ વેંગસરકર, રવિ શાસ્ત્રી અને ફારોખ એન્જિનિયર  જેવા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

જેમને કર્નલ સી.કે. નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અત્યાર સુધી?

1994 લાલા અમરનાથ

1995 સૈયદ મુશ્તાક અલી

1996 વિજય હઝારે

1997 કે.એન. પ્રભુ

1998 પોલી ઉમરીગર

1999 હેમુ અધિકારી

2000 સુભાષ ગુપ્તે

2001 મન્સૂર અલી ખાન પટૌડી

2002 બી.બી. નિમ્બાલકર

2003 ચંદુ બોર્ડે

2004 બિશન સિંહ બેડે, શ્રીનિવાસ વેંકટરાઘવન, E.A.S. પ્રસન્ના, બી.એસ. ચંદ્રશેખર

2007 નારી કોન્ટ્રાક્ટર

2008 ગુંડપ્પા વિશ્વનાથ

2009 મોહિન્દર અમરનાથ

2010 સલીમ દુરાની

2011 અજિત વાડેકર

2012 સુનીલ ગાવસ્કર

2013 કપિલ દેવ

2014 દિલીપ વેંગસરકર

2015 સૈયદ કિરમાણી

2016 રાજીન્દર ગોયલ, પદમાકર શિવાલકર

2017 પંકજ રોય

2018 અંશુમન ગાયકવાડ

2019 કૃષ્ણમાચારી શ્રીકાંત

2023 ફારોખ એન્જિનિયર, રવિ શાસ્ત્રી

2024 સચિન તેંડુલકર

આ પણ વાંચો : કયા ખેડૂતોને મળે છે કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા, જાણો શું છે નિયમ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button