ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ

Text To Speech

બનાસકાંઠા 20 જૂન 2024 :  ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે અને સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાને લઇને ચુંટાયેલા સભ્યો સહિત પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશીએ ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક બોલાવી હતી જેમાં પાણી પુરવઠા એન્જિનિયર સહિત તમામ પાણીના બોર ઓપરેટર મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે શહેરમાં ઉભી થતી પાણીની સમસ્યાને દૂર કરવા માટે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ અને પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશી સહિત ચુંટાયેલા સભ્યો દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી અને બોર ઓપરેટને રેગ્યુલર સમય,સમયસર પાણી છોડવા માટે સુચનાઓ આપવામાં આવી હતી જ્યારે ઈમરજન્સીમાં પણ લોકોને પીવાનું પાણી પુરું પાડવા માટે તાકીદ કરાઇ હતી જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર બોરની મોટર બળી જવાને કારણો શોધવા માટે ચર્ચા કરાઈ હતી.

જ્યારે પાણીના બોર ઓપરેટર દ્વારા કાયમી નોકરી કરવા માટે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશીને બોર ઓપરેટરોએ રજુઆત કરવામાં આવી હતી સાથે શહેરના કોઈપણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તેની તકેદારી રાખવા માટે ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા તમામ બોર ઓપરેટરોને કડક સુચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : દિલ્હીસ્થિત ‘ગરવી ગુજરાત’ને GRIHA દ્વારા ગ્રીન બિલ્ડીંગ એવોર્ડનું સન્માન

 

Back to top button