ટ્રેન્ડિંગવર્લ્ડ

ઓસ્ટ્રેલિયામાં મહિલા સાંસદને કારે કચડી, PMએ ઇરાદાપૂર્વકની ઘટનાનો દાવો કર્યો

Australia: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં મહિલા સાંસદ હેલેન હેન્સને એક કાર ટક્કર મારતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે નિવેદન આપતાં કહ્યું કે આ માત્ર અકસ્માત હોવાની શક્યતા નથી અને સાંસદને જાણીજોઈને ટક્કર મારવામાં આવી હોવાની આશંકા છે.

આ ઘટના સોમવારે વિક્ટોરિયા રાજ્યના વાંગારાટામાં બની હતી. 65 વર્ષીય સાંસદ હેલેન હેન્સને તેમના ચૂંટણીક્ષેત્રની કચેરીની બહાર એક ટોયોટા લેન્ડ ક્રૂઝર SUVએ ટક્કર મારી હતી. તેમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

શું છે સમગ્ર મામલો?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેલેન હેન્સ તેમની ચૂંટણીક્ષેત્રની કચેરીની બહાર હતાં ત્યારે એક કાર તેમની સાથે અથડાઈ હતી. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. પોલીસે જણાવ્યું કે કારના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાસ્થળે હાજર એક રાહદારીએ ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપ્યો હતો. અધિકારીઓએ આરોપીની કારમાંથી એક ચાકુ પણ જપ્ત કર્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હેલેન હેન્સ વર્ષ 2019માં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની સંસદમાં ચૂંટાઈ આવ્યાં હતાં. તેમની સાથે બનેલી આ ઘટનાએ દેશભરમાં ચિંતા ઊભી કરી છે.

PM અલ્બેનીઝે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝે આ ઘટના અંગે કહ્યું કે, “આ કોઈ અકસ્માત નથી. એવું લાગે છે કે આ જાણીજોઈને કરવામાં આવ્યું હતું. આવું શા માટે કરવામાં આવ્યું, તે અમને ખબર નથી.” વડાપ્રધાનના નિવેદન બાદ આ ઘટનાની ગંભીરતા વધુ વધી છે. જોકે, સાંસદને ટક્કર જાણીજોઈને મારવામાં આવી હતી કે નહીં, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેથી ઘટનાને ઇરાદાપૂર્વકનો હુમલો ગણાવવા અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ બાદ જ સામે આવશે. અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય આતંકવાદ-વિરોધી ટીમ પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસમાં ઘટનાનું કારણ અને આરોપીનો ઇરાદો જાણવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:દિવાળી પહેલાં રેલવેનો મોટો ફેરફાર! 27 ઓક્ટોબરથી કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

સાંસદોની સુરક્ષાને લઈને ચિંતા વધી

હેલેન હેન્સ સાથે બનેલી ઘટના બાદ ઓસ્ટ્રેલિયામાં સાંસદોની સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો અનુસાર, દેશમાં નેતાઓ સામાન્ય નાગરિકો સાથે સરળતાથી સંપર્કમાં રહે છે અને ઘણી વખત તેઓ પોતાના કામ માટે જાહેર સ્થળોએ સુરક્ષાકર્મીઓ વિના પણ આવનજાવન કરતા જોવા મળે છે. આ ઘટનાએ જાહેર પ્રતિનિધિઓની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા કર્યા છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે અને ઘટના પાછળનો ચોક્કસ હેતુ જાણવા માટે અધિકારીઓ પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ‘મારો દીકરો તો ટાઇલ્સનું કામ શીખતો હતો…’ ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં સગીરના પિતાનું દર્દ

Back to top button