ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

અયોધ્યાના રામ મંદિરનો દાન ચોરી કાંડ, SITએ ચંપત રાયનીકલાકો સુધી પૂછપરછ

Ayodhya donation theft case: રામ મંદિરમાં ચઢાવાની રકમની ચોરી મામલે તપાસ કરી રહેલી SITએ ગુરુવારે અયોધ્યામાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. SITની ટીમે ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવની લગભગ 6 કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી. આ પૂછપરછ બાદ કેસમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થવાની શક્યતા વધી ગઈ છે.

માહિતી અનુસાર, ગુરુવારે બપોરે લગભગ 2:30 વાગ્યે SITની ટીમ રામ મંદિર પરિસરમાં પહોંચી હતી. અગાઉ રવિવારે પણ ચંપત રાયની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે પૂછપરછ વધુ લાંબી ચાલી હતી. SITનું મુખ્ય ધ્યાન મંદિરની દાન પ્રબંધન સમિતી પર કેન્દ્રિત રહ્યું હતું.

અધિકારીઓએ વિગતવાર માહિતી મેળવી

અધિકારીઓએ ટ્રસ્ટના પદાધિકારીઓ પાસેથી કેશ કલેક્શન, નાણાંની ગણતરી અને બેંકિંગ પ્રક્રિયા સંબંધિત વિગતવાર માહિતી મેળવી હતી. SIT તપાસ કરી રહી છે કે રોકડની ગણતરી માટે આઉટસોર્સ કરાયેલી એજન્સીઓની પસંદગી કેવી રીતે થઈ હતી, તેમજ State Bank of India સાથે કેશ મેનેજમેન્ટ અંગે શું કરાર થયો હતો અને કયા અધિકારીને શું જવાબદારી સોંપવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

SIT હવે એ પણ તપાસી રહી છે કે કર્મચારીઓની તપાસ, CCTV મોનિટરિંગ અને સુપરવિઝન યોગ્ય રીતે કરવામાં આવતું હતું કે નહીં. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે શું સુરક્ષા વ્યવસ્થાની ખામીઓનો લાભ ઉઠાવી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

રાજીનામું આપ્યા બાદ એકાંતવાસ પસંદ કર્યો

ચંપત રાયે દાન અને ચંદામાં ગેરરીતિના આરોપો બાદ ગયા અઠવાડિયે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં તેઓ એકાંતવાસમાં હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે પોતાના નજીકના લોકોને કહ્યું હતું કે અયોધ્યામાં તેમની સેવા હવે પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ આ કલંક સાથે જીવવા માંગતા નથી.

આ કેસમાં આરોપી અવનીશ શુક્લાની 24 કલાકની પોલીસ રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી છે. અયોધ્યા પોલીસે તેના ઘરમાંથી 20.40 લાખ રૂપિયા રોકડ જપ્ત કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, SITના ઇનપુટના આધારે જ આ રિમાન્ડ માંગવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન મળતી માહિતીના આધારે ટૂંક સમયમાં વધુ ધરપકડ થઈ શકે છે.

આ દરમિયાન કેશવ પ્રસાદ મૌર્યએ પ્રથમ વખત આ મુદ્દે નિવેદન આપતાં ચંપત રાયનો બચાવ કર્યો હતો. હવે આગામી સોમવારે અયોધ્યામાં યોજાનારી ટ્રસ્ટની બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ત્રણ બાળકોની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી લીધી, એક સાથે 4 લાશ મળતા હડકંપ મચ્યો

Back to top button