ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ
ઈંડિયાના ઓલરાઉન્ડ ગુજરાતી ખેલાડી અક્ષર પટેલની નવા વિલામાં એન્ટ્રી, બંગલોનું નામ જાણી નવાઈ લાગશે

નડિયાદ: ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પોતાના નવા ઘર હક્ષ વિલામાં ગૃહ પ્રવેશ કર્યો છે. આ ખાસ અવસર પર તે પોતાની પત્ની અને દીકરા સાથે તથા નજીકના ખાસ સંબંધીઓની હાજરીમાં તેંમણે નવા ઘરમાં પ્રવેશ કર્યો છે.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલે તાજેતરમાં જ તેમની પત્ની મેહા સાથે ગુજરાતના નડિયાદમાં તેમના નવા ઘર ‘હક્ષ વિલા’નું ઉદ્ઘાટન કર્યું છે. આ દંપતીએ આ નિવાસસ્થાનનું નામ તેમના પુત્ર હક્ષના નામ પરથી રાખ્યું, જેનો જન્મ 19 ડિસેમ્બર, 2024 ના રોજ થયો હતો.
ભારતની આગામી બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલા સ્ટાર ક્રિકેટરે ‘વાસ્તુ પૂજન’, એક હિન્દુ વિધિ કરી હતી. મેહાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક તસવીરો ફરીથી શેર કરી, જેનાથી ચાહકોને ઉદ્ઘાટન સમારોહની ઝલક મળી હતી.
આ પણ વાંચો: દિલ્હી સહિત 4 મોટા શહેરોને ઉડાવવાનો આતંકીઓનો પ્લાન હતો, તપાસમાં થયો મોટો ખુલાસો












