ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇઝરાયેલ-અમેરિકા vs ઈરાન યુદ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ આપ્યું નિવેદન, સ્પષ્ટ કર્યો પોતાનો ઇરાદો

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધી રહ્યું છે. ઈરાને આજે પણ મિડલ ઈસ્ટનાં દેશો પર ભારે હુમલો કર્યો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના સંકટ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ મોટું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે તે ઈરાનમાં કોઈ પણ સૈન્ય અભિયાનમાં ભાગ નહીં લે અને સંઘર્ષ વધવાની સ્થિતિમાં મિડલ ઈસ્ટમાં પોતાના સૈન્યને તૈનાત કરવાનો ઇનકાર કર્યો છે.

ઓસ્ટ્રેલિયા તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલે તેહરાન પર નવા હુમલા કર્યા છે અને તેના જવાબમાં ઇરાને શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા છે. આ દરમિયાન, ઇરાને આજે ફરીથી મિડલ ઈસ્ટના દેશો પર હુમલો કર્યો છે. કુવૈત, બહેરીન, દુબઈ, સાઉદી અરેબિયામાં થયેલા હુમલાઓ બાદ હાહાકાર મચી ગયો છે. કુવૈતમાં યુએસ એમ્બેસી પર સીધો હુમલો થયો છે. આ પછી, યુએસ એમ્બેસીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે. થોડા સમય પહેલા ઇરાને બહેરીનમાં યુએસ ફિફ્થ ફ્લીટના મુખ્યાલયને પણ નિશાન બનાવ્યું છે. ઇરાકના ઇરબિલમાં પણ જોરદાર હુમલો થયો છે.

ઈરાન પર સાઉદી અરેબિયાનું નિવેદન

ઈરાનના હુમલા બાદ સાઉદી અરેબિયાએ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં ઈરાન પર કોઈ જવાબી કાર્યવાહી ન કરવા સંકેત આપવામાં આવ્યો છે. સાથે જ ખાડી દેશોને પણ આવા પગલાં ન લેવા માટે અપીલ કરી. સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે ગલ્ફ દેશોને ચેતવણી આપી છે કે તેઓ એવા કોઈપણ પગલાંથી દૂર રહે, જેના કારણે ઈરાન અથવા તેના સહયોગીઓ તરફથી જવાબી કાર્યવાહી થઈ શકે.

ટ્રમ્પની ઈરાની સેનાને ચેતવણી

આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લશ્કરી અધિકારીઓને શરણાગતિ સ્વીકારવાનું આહ્વાન કર્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સામે લશ્કરી અભિયાન તેના તમામ ઉદ્દેશ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે બદલામાં, તેઓ સંપૂર્ણ સુરક્ષા ગેરંટી આપશે.

આ પણ વાંચો: ઇઝરાયલી હુમલાના ભયથી લેબનોનમાં નાસભાગ, 31 લોકોના મોતથી રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ

Back to top button