ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

ચૂંટણી-2022 : સ્વીપ ટીમ દ્વારા દાંતા ખાતે બાઇક રેલી યોજાઇ

પાલનપુર : વિધાનસભા ચૂંટણી-2022 અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હેઠળ સ્વીપ ટીમ બનાસકાંઠા દ્વારા દાંતા ખાતે બાઇક રેલી યોજાઇ હતી. અવસર લોકશાહીનો….. અને લોકશાહી સર્વથી વોટ ગર્વથી….. વોટ ફોર ડેમોક્રેસી… ના બેનરો સાથે યોજાયેલી આ બાઇક રેલીનું 10- દાંતા વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સિધ્ધિ વર્માએ પ્રસ્થાન કરાવ્યું હતું. દાંતા પ્રાંત કચેરીથી શરૂ થયેલી આ બાઇક રેલીએ દાંતાના વિવિધ વિસ્તારોમાં ફરી મતદાન કરવા અંગે સંદેશો ફેલાવ્યો હતો.

સ્વીપ ટીમ-humdekhengenews

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઇ પટેલની ટીમ દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મતદાર જાગૃતિના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીઓની વોટબેંક આ પક્ષ ખેંચી જશે!

Back to top button