ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદીરના પ્રસાદને પ્રાપ્ત થયો GI ટેગનો દરજ્જો

Gujarat News : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક ઓળખ (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ પ્રસાદને હવે કાયદાકીય સંરક્ષણ મળ્યું છે. તિરુપતિ લાડુ અને પલાની પંચામૃતમની જેમ હવે અંબાજીનો મોહનથાળ પણ દેશના વિશિષ્ટ મંદિર પ્રસાદોમાં સામેલ થયો છે.

મોહનથાળને ખાદ્ય પદાર્થોની ક્લાસ 30 શ્રેણી હેઠળ GI ટેગ એનાયત

અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરાયેલી અરજીને આધારે જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ‘અંબાજી મોહનથાળને ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સત્તાવાર જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ અંગેના અધિકૃત દસ્તાવેજો મુજબ, 1 ઓક્ટોબર, 2026ના રોજ આ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

11 ઓક્ટોબરના સર્ટિફિકેટ કરાશે અર્પણ

આ સાથે જ અંબાજીનો મોહનથાળ દેશના સુપ્રસિદ્ધ અને વિશિષ્ટ મંદિર પ્રસાદોની યાદીમાં સ્થાન મળ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે, 11 ઓક્ટોબરના રોજ અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહ યોજાશે. સવારે 10 થી 11 કલાક દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી ટ્રસ્ટને સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ અર્પણ કરશે.

GI ટેગ મળતા હવે ‘અંબાજી મોહનથાળ’ નામનો અનધિકૃત ઉપયોગ અથવા નકલ સામે કાનૂની સંરક્ષણ પ્રાપ્ત થયું છે. આથી પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને પરંપરાગત ઓળખ જાળવવામાં મદદ મળશે.

આ પણ વાંચો : અમદાવાદીઓ માટે રાહત: SG હાઈવે પર YMCAથી કર્ણાવતી ક્લબ રોડ ફરી શરૂ થયો

Back to top button