સૈનિક સાથે મારામારી કરવી ભારે પડી, ટોલનું લાયસન્સ રદ; 20 લાખ દંડ ફટકાર્યો

મેરઠ, 19 ઓગસ્ટ 2025: મેરઠના ભૂની ટોલ પ્લાઝા પર રવિવારે રાત્રે આઠ વાગ્યે ભારતીય સેનાના જવાન સાથે થયેલી મારપીટે મોટો વિવાદ ઉભો કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના પછી સેનાએ તીવ્ર નારાજગી વ્યક્ત કરી અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી. સૈનિક સાથે મારપીટના મામલે ટોલનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ટોલ પ્લાઝા પર 20 લાખ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
મેરઠના ટોલ પ્લાઝા પર સૈનિક સાથે કેવી રીતે થયો વિવાદ?
મળતી માહિતી અનુસાર, જવાન કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સમાં તૈનાત છે અને રજા પૂર્ણ કરીને ડ્યૂટી જોડાવા દિલ્હી જઈ રહ્યો હતો. સેનાના જવાનોને ટોલમાંથી મુક્તિ મળે છે, તેથી તેણે પોતાનું ઓળખપત્ર બતાવીને જલદી પસાર થવાની વિનંતી કરી હતી. આ દરમિયાન ટોલ કર્મચારીઓ સાથે તેની બોલાચાલી થઈ ગઈ.
આરોપ છે કે ટોલ કર્મચારીઓએ જવાનનું ઓળખપત્ર છીનવી લીધું અને લાકડી-ડંડાઓથી તેની મારપીટ કરી. જવાન ઘાયલ થયો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલુ છે.
One Day We Hail Our Soldiers, The Next We Let Them Beaten, Is This the Gratitude They Deserve?
Dear Fellow Indians,
It pains me deeply to share that our brother-in-arms, Army Jawan Kapil, was brutally beaten by goons at a toll plaza in Meerut, UP. His only mistake was standing… pic.twitter.com/ecxPrlZY7C
— Lt Colonel Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) August 18, 2025
સેના પર હત્યાનો પ્રયાસ, ડકૈતીની કલમો હેઠળ FIR નોંધાઈ
સેનાના સૂર્ય કમાન્ડે નિવેદન જારી કરીને કહ્યું, “સેવારત સૈનિક સાથે આવી ઘટના અસ્વીકાર્ય છે. દોષિતોને કડક સજા મળવી જોઈએ.” સેનાએ મેરઠ પોલીસનો સંપર્ક કરીને FIR નોંધાવી, જેમાં હત્યાનો પ્રયાસ, ગેરકાનૂની ભેગી થવું અને ડકૈતીની કલમોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
NHAIએ 20 લાખનો દંડ ફટકાર્યો
સેનાના વિરોધ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ પણ ટોલ ઓપરેટર પર મોટી કાર્યવાહી કરી. ટોલ એજન્સી મેસર્સ ધરમ સિંહ પર 20 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. એજન્સીને ભવિષ્યની ટોલ બિડિંગમાંથી પ્રતિબંધિત કરવા અને હાલના કરારને સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : દેશના મોટા ઉદ્યોગપતિએ બિહારના આ ગામને દત્તક લીધું, કહ્યું- આજે ફોટો લો, એક વર્ષ પછી ઓળખી નહિ શકો












