ટ્રેન્ડિંગમનોરંજન

અંશુલા કપૂરના પતિ રોહન ઠક્કર કોણ છે? કેટલી છે તેમની કરોડોની નેટવર્થ?

Entertainment News: બોલિવૂડ નિર્માતા બોની કપૂરની પુત્રી અને અભિનેતા અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. અંશુલાએ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

કોણ છે રોહન ઠક્કર?

રોહન ઠક્કર મનોરંજન જગત સાથે જોડાયેલા એક સ્ક્રીનરાઇટર છે. તેઓ હાલમાં ધર્મેટિક એન્ટરટેઈન્મેન્ટ સાથે ફ્રીલાન્સ રાઇટર તરીકે કામ કરે છે. આ પ્રોડક્શન હાઉસ કરણ જોહરના ડિજિટલ કન્ટેન્ટ વિભાગ તરીકે ઓળખાય છે અને અનેક લોકપ્રિય વેબ સિરીઝ તથા ડિજિટલ પ્રોજેક્ટ્સ બનાવી ચૂક્યું છે.

જાહેરાત ક્ષેત્રથી શરૂ કરી હતી કારકિર્દી

ફિલ્મ અને વેબ કન્ટેન્ટમાં પ્રવેશતા પહેલા રોહન ઠક્કરે જાહેરાત અને ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં કામ કર્યું હતું. સર્જનાત્મક લેખન અને સ્ટોરીટેલિંગમાં રસને કારણે તેમણે બાદમાં સ્ક્રીનરાઇટિંગને પોતાની કારકિર્દી બનાવી હતી.

ઉચ્ચ શિક્ષણથી મજબૂત કરી કારકિર્દી

રોહને સ્ક્રીનરાઇટિંગ અને પ્લેરાઇટિંગમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. તેમણે ન્યુયોર્ક ફિલ્મ એકેડમીમાંથી પ્લેરાઈટિંગ અને સ્ક્રીન રાઈટિંગમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. ઉપરાંત તેમણે લોસ એન્જલસની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે, જેના કારણે તેમની લેખન અને સ્ટોરીટેલિંગની કુશળતા વધુ વિકસિત થઈ હતી.

કેટલી છે રોહન ઠક્કરની નેટવર્થ?

વિવિધ મીડિયા અહેવાલો મુજબ રોહન ઠક્કરની અંદાજિત નેટવર્થ લગભગ ₹8.5 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. જોકે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત સ્ક્રીનરાઇટિંગ, ડિજિટલ કન્ટેન્ટ અને ફિલ્મ પ્રોજેક્ટ્સ સાથેનું કામ છે.

અંશુલા કપૂર શું કરે છે?

અંશુલા કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અલગ પોતાની આગવી ઓળખ બનાવી છે. તેઓ ફેનકાઈન્ડ નામનું પ્લેટફોર્મ ચલાવે છે, જે ચાહકોને સેલિબ્રિટીઓ સાથે જોડે છે અને વિવિધ સામાજિક તથા ચેરિટી પ્રોજેક્ટ્સ માટે ફંડ એકત્ર કરવામાં મદદ કરે છે. તાજેતરમાં તેઓ The Traitors રિયાલિટી શોમાં પણ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ અર્જુનને ગળે લગાવતા જ ભાવુક બની અંશુલા કપૂર, તસવીરો વાયરલ
Back to top button