ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

અનંત અંબાણીના લગ્ન પહેલાં એન્ટિલિયામાં યોજાયો ભંડારો, જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ, 11 જુલાઇ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન થવા જઈ રહ્યા છે. અનંત આવતીકાલે, શુક્રવાર, 12 જુલાઈએ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. પુત્રના લગ્ન પહેલા મુકેશ અંબાણીએ હ્રદય સ્પર્શી પગલું ભર્યું છે. અંબાણી પરિવારે મોટા પાયે ભંડારાનું આયોજન કરીને લગ્નની ઉજવણીની શરૂઆત કરી હતી, જેમાં લોકોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી. અંબાણીના મુંબઈ નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા અંબાણીએ સમુદાયના એક મોટા વર્ગનું તેમના નિવાસસ્થાને સ્વાગત કરીને અને તેમની સાથે તેમની ખુશીઓ વહેંચીને હૃદયસ્પર્શી પહેલ કરી. અંબાણીએ લગ્ન પહેલા વિશાળ ભંડારાનું આયોજન કર્યું. લગ્ન પહેલાનું આ ઉદાર અને દયાળુ પગલું અનંત અને રાધિકાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. ખાસ આયોજિત આ ભંડારામાં આ ભોજન કાળજી અને પ્રેમથી તૈયાર કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ આનંદ માણ્યો હતો.

અંબાણીના નિવાસસ્થાને ઘણા લોકો એકઠા થયા હતા અને સ્વાદિષ્ટ ભોજનનો પ્રેમથી આનંદ લીધો હતો. સૌએ દંપતીને આશીર્વાદ આપ્યા. જામનગરમાં પણ અંબાણી પરિવારે ગ્રામજનો માટે મિજબાનીનું આયોજન કર્યું હતું. તે સમય દરમિયાન, અનંત અને રાધિકા પોતે આખા ગ્રુપ માટે મિજબાની પીરસતા જોવા મળ્યા હતા.

અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે. માત્ર બિઝનેસ જ નહીં, રમતગમત, રાજકારણ અને ફિલ્મ જગતના પ્રખ્યાત ચહેરાઓ પણ મહેમાન તરીકે આવશે. તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેમાનો માટે મોંઘી રિટર્ન ગિફ્ટ પણ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત છે.

આ પણ વાંચો.. અનંત અંબાણીની સાળી અંજલિ મર્ચન્ટ મજેઠિયા ઈન્ટરનેટ પર છવાઈ, જાણો તેના વિશે

Back to top button