ટ્રેન્ડિંગમનોરંજન

અનંત અંબાણીની સાળી અંજલિ મર્ચન્ટ મજેઠિયા ઈન્ટરનેટ પર છવાઈ, જાણો તેના વિશે

  • વર-કન્યાની સાથે સાથે અન્ય એક અન્ય વ્યક્તિ પણ રાતોરાત લાઈમલાઈટમાં આવી છે અને તે છે અનંતની ભાવિ સાળી અને રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ મજેઠિયા

મુંબઈ, 10 જૂનઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન હાલ લાઈમલાઈટમાં છે. 12 જુલાઈના રોજ, તે બિઝનેસમેન વિરેન મર્ચન્ટની નાની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અનંત-રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનની દેશ-વિદેશ સુધી ચર્ચા થઈ રહી છે. આ ગ્રાન્ડ ફંક્શનમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. વર-કન્યાની સાથે સાથે અન્ય એક અન્ય વ્યક્તિ પણ રાતોરાત લાઈમલાઈટમાં આવી છે અને તે છે અનંતની ભાવિ સાળી અને રાધિકાની બહેન અંજલિ મર્ચન્ટ મજેઠિયા.

અનંત અંબાણીની સાળી અંજલિ મર્ચન્ટ મજેઠિયા ઈન્ટરનેટ પર છવાઈ, જાણો તેના વિશે hum dekhenge news  અંબાણી પરિવારના સેલિબ્રેશનની ઘણી તસવીરો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સંગીત અને હલ્દી ફંક્શન બાદ પરિવારની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં અંજલિ મર્ચન્ટની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. અંજલિ રાધિકાની મોટી બહેન છે. અને સુંદરતામાં પણ તે કોઈ અભિનેત્રીથી કમ નથી. જાણો અંજલિ મર્ચન્ટ વિશે.

અંજલિ મર્ચન્ટ 35 વર્ષની છે. તે વિરેન અને શૈલા મર્ચન્ટની મોટી દીકરી છે. તેનો જન્મ વર્ષ 1989માં મુંબઈમાં થયો હતો. તે તેની બહેન રાધિકા કરતા 6 વર્ષ મોટી છે.

અનંત અંબાણીની સાળી અંજલિ મર્ચન્ટ મજેઠિયા ઈન્ટરનેટ પર છવાઈ, જાણો તેના વિશે hum dekhenge news

તેણે ગુજરાતના કચ્છની કેથડ્રલ અને જોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, અંજલિએ બેબસન કોલેજમાંથી આંત્રપ્રિન્યોરશીપ અને સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં બીએસસી કર્યું છે. તેણે લંડન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી MBAની ડિગ્રી લીધી છે.

કરિયરની શરૂઆતમાં અંજલિ 2006 માં પબ્લિસીસમાં એડવર્ટાઈઝિંગ ઈન્ટર્ન તરીકે કામ કરતી હતી. વર્ષ 2009માં તેણે મર્કમાં ઈન્ટર્નશિપ કરી હતી. ત્યારબાદ તે 2012 માં તેના પિતા વિરેન મર્ચન્ટના બિઝનેસમાં જોડાઈ ગઈ. 2021 માં તેણે તેના પિતાની કંપની મેયલેન મેટલ્સ અને એન્કોર હેલ્થકેરના ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું.

અનંત અંબાણીની સાળી અંજલિ મર્ચન્ટ મજેઠિયા ઈન્ટરનેટ પર છવાઈ, જાણો તેના વિશે hum dekhenge news

2018 માં, તેણે ડ્રાયફિક્સ નામની એક હેરસ્ટાઇલિંગ ટ્રીટમેન્ટ ક્લબની સ્થાપના કરી. ડ્રાયફિક્સ વાળની ​​સેવાઓ પૂરી પાડે છે. અંજલિ મર્ચન્ટે 4 વર્ષ પહેલા અમન મજેઠીયા સાથે લગ્ન કર્યા હતા. અમન મજેઠીયા બિઝનેસમેન છે. તે પ્રખ્યાત રિટેલ બ્રાન્ડ વેટલીના સંસ્થાપક છે. અંજલિ અને અમનના લગ્ન 2020માં ગોવામાં થયા હતા.

આ પણ વાંચોઃ જેકલીન ફર્નાન્ડિસને EDએ ફરી સમન્સ પાઠવ્યું, મહાઠગ સુકેશે અભિનેત્રીને મોકલ્યો હતો પત્ર

Back to top button