ગુજરાતટ્રેન્ડિંગ

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનોને આપી યાદગાર રિટર્ન ગિફ્ટ

Text To Speech
  • અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટ ત્રણ દિવસ ચાલી
  • મહેમાનો ટાઉનશીપથી જામનગર એરપોર્ટ પહોંચી રહ્યા છે
  • મોઘેરા મહેમાનોને અંબાણી પરિવારે વનતારા થીમ બેઝ પર ગિફ્ટ આપી

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનોને યાદગાર રિટર્ન ગિફ્ટ આપી છે. જેમાં ‘વનતારા’ ડિઝાઈનવાળા કાગળના રેપરમાં ચોકલેટ આપી છે. સેરેમનીમાં આવેલા મોઘેરા મહેમાનોને અંબાણી પરિવારે વનતારા થીમ બેઝ પર ગિફ્ટ આપી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી મળશે રાહત, પણ ઠંડીનો ચમકારો યથાવત

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટ ત્રણ દિવસ ચાલી

જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટ ત્રણ દિવસ ચાલી હતી. જેના સાથે જ મહેમાનોને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવી છે. જેટલો ભવ્ય ફંક્શન હતો તેટલી જ યાદગાર ગિફ્ટ પણ અંબાણી પરિવાર તરફથી આપવામાં આવી છે. તમામ મહેમાનોના હાથમાં અંબાણી પરિવારે આપેલી રિટર્ન ગિફ્ટથી ભરેલી બેગ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 200 વર્ષ જુના પ્લાન્ટ બોન્સાઇ વૃક્ષ પ્રદર્શનમાં જોવા મળશે

મહેમાનો ટાઉનશીપથી જામનગર એરપોર્ટ પહોંચી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ઈવેન્ટમાં હાજરી આપ્યા બાદ હવે મહેમાનો ટાઉનશીપથી જામનગર એરપોર્ટ પહોંચી રહ્યા છે. આ સાથે જ ગિફટની વાત કરવામાં આવે તો તમામ મહેમાનોને એક સિંહનું પેઈન્ટિંગ તેમજ બેગ આપેલી છે. બેગમાં બે પેનના બોક્સ, ‘વનતારા’ ડિઝાઈનવાળા કાગળના રેપરમાં ચોકલેટ, વનતારાના થીમ બેઝ કેલેન્ડર સહિત અન્ય ગિફ્ટ પર આપવામાં આવી છે. ત્રણ દિવસના ફંક્શનમાં રાત-દિવસ અલગ-અલગ મ્યુઝિક, ડાન્સિંગ, સર્કસ સહિતની અનેક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button