ગુજરાતટ્રેન્ડિંગ

આણંદ: બોરસદમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

  • બોરસદના ભોભા ફળી નજીક વજેડીયાવાડ પાસે દવાખાનું ચલાવતો
  • ક્લિનિકમાંથી રૂપિયા ૩૭૪૬નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • આરીફ મહમ્મદ મલેક વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો

આણંદના બોરસદ શહેરની ભોભા ફળી વિસ્તારમાં આણંદ એસઓજી પોલીસે દરોડો પાડી બોગસ ડોક્ટરને ઝડપી પાડયો હતો. પોલીસે ક્લિનિકમાંથી રૂપિયા ૩૭૪૬નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોરસદના ભોભા ફળી નજીક વજેડીયાવાડ પાસે આવેલા દવાખાનામાં આરીફ મહમ્મદ વજીરૂદ્દીન મલેક ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી.

આરીફ મહમ્મદ મલેક વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો

ઉલ્લેખનીય છે કે એસઓજી પોલીસની ટીમે બોરસદ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સાથે રાખી તપાસ કરતા બાતમીવાળા સ્થળે આદર્શ દવાખાનું ચાલતું હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે અંદર જઈ તપાસ કરતા આરીફ મહમ્મદ વજીરુદ્દીન મલેક સાહેબ મળી આવ્યો હતો. તેની પાસે ડોક્ટર હોવા અંગેના પ્રમાણપત્રની માંગણી કરતા તબીબી ડિગ્રી તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું.

પોલીસે દવાખાના ખાતેથી એલોપેથિક દવાઓ સહિત સાધનો જપ્ત કર્યા

પોલીસે દવાખાના ખાતેથી એલોપેથિક દવાઓ સહિત સાધનો મળી કુલ રૂપિયા ૩૭૪૬નો મુદ્દામાલ કબજે લઈ ડિગ્રી કે સર્ટિ. વિના ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ ચલાવતા આરીફ મહમ્મદ મલેક વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાંથી દરરોજ સરેરાશ જાણો કેટલા દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયા

Back to top button