ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પરિણામો બાદ સામાન્ય જનતા પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, અમૂલ દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો

મધ્યમ વર્ગના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી પડ્યો છે. અમૂલ (Amul) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 3 જૂનથી અમલી બનેલો આ નવો ભાવ વધારો અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં લાગુ થઈ ગયો છે. આ ભાવ વધારાને કારણે હવે દૂધની તમામ પ્રોડક્ટ્સ જેવી કે ચા-કોફી અને મીઠાઈઓના ભાવ પણ વધવાની શક્યતા છે.

કઈ પ્રોડક્ટ પર કેટલો ભાવ વધ્યો?

ભાવ વધારા બાદ દૂધના નવા ભાવ નીચે મુજબ રહેશે:

અમૂલ ગોલ્ડ: 500 મિલી માટે ₹32 ને બદલે ₹33, જ્યારે 1 લિટર માટે ₹64 ને બદલે ₹66
અમૂલ શક્તિ: 500 મિલી માટે ₹29 ને બદલે ₹30
અમૂલ ગાયનું દૂધ: 500 મિલી માટે ₹27 થી વધીને ₹28
અમૂલ તાજા: 1 લિટરની કિંમત ₹52 થી વધીને ₹54
ભેંસનું દૂધ: લિટરે ₹3 નો વધારો, હવે 1 લિટર માટે ₹68 ને બદલે ₹71 ચૂકવવા પડશે.

કેમ વધારવામાં આવ્યા ભાવ?

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જણાવ્યા અનુસાર, દૂધના ઉત્પાદન અને પરિવહન ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. ફેડરેશને સ્પષ્ટતા કરી છે કે ફેબ્રુઆરી 2023 પછી મુખ્ય બજારોમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નહોતો. જોકે, દૂધ દિવસની ઉજવણીના બીજા જ દિવસે કરવામાં આવેલો આ વધારો સામાન્ય લોકોમાં રોષ જગાવી રહ્યો છે.

દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન

ભારતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે છે, જ્યારે રાજસ્થાન બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે છે. ગુજરાત 1.72 કરોડ ટન ઉત્પાદન સાથે દેશમાં ચોથા સ્થાને છે. ગુજરાતમાં દરરોજ અંદાજે 319 લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે.

આ પણ વાંચોઃ જલદી ખરાબ થઈ જાય છે કેરી ? લાંબા સમય સુધી તાજી રાખવા કરો આ ઘરેલું ઉપાય

આ પણ વાંચોઃ ભારતમાં પરીક્ષાઓનું લીકતંત્ર! 6 મોટા પેપર લીક કાંડથી કરોડો વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button