વર્ષો બાદ મળી અક્ષય કુમારની બે એક્સ ગર્લફ્રેન્ડ, જુઓ રવીના અને શિલ્પાની મુલાકાત

- શિલ્પા અને રવીના ઈન્ડિયન આઈડલના સેટની બહાર સાથે જોવા મળ્યા હતા બંને અભિનેત્રીઓએ મળતાની સાથે જ એકબીજાને ગળે લગાવી હતી
29 માર્ચ 2025, મુંબઈઃ 90ના દાયકાની બે બોલિવૂડ દિવા શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન વર્ષો પછી એકબીજાને મળ્યા છે. તાજેતરમાં શિલ્પા અને રવીના ઈન્ડિયન આઈડલના સેટની બહાર સાથે જોવા મળ્યા હતા જ્યાં તેઓ વર્ષો પછી ફરી મળ્યા હતા. બંને અભિનેત્રીઓએ મળતાની સાથે જ એકબીજાને ગળે લગાવ્યા, એકબીજાના ગાલ પર પ્રેમથી ચુંબન કર્યું અને ઘણી વાતો કરતા જોવા મળ્યા હતા.
સેટની બહાર પાપારાઝીએ તેમને કેદ કર્યા હતા, જેના માટે શિલ્પા અને રવીનાએ ઘણા પોઝ પણ આપ્યા હતા. બંને મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યા હતા. આ બંનેને જોઈને ચાહકોને તેમના જૂના દિવસો યાદ આવી ગયા હતા, જ્યારે તેઓ રૂપેરી પડદે પોતાની અભિનય કુશળતાથી બધાને મંત્રમુગ્ધ કરતા હતા.
View this post on Instagram
વર્ષો પછી શિલ્પા-રવીના સાથે જોવા મળ્યા
જ્યારે રવીના પાપારાઝી માટે પોઝ આપી રહી હતી, ત્યારે શિલ્પા ઇન્ડિયન આઇડલના સેટ પર તેની વેનિટી વાનમાંથી બહાર આવતી જોવા મળી હતી. બંને એકબીજાને જોઈને ખૂબ ખુશ થયા અને તેમણે એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી. પાપારાઝી માટે પોઝ આપતા પહેલા બંને હસતા અને મજેદાર વાતચીત કરતા પણ જોવા મળ્યા. બંને ખૂબ જ ગ્લેમરસ પોશાકમાં જોવા મળ્યા હતા.
તાજેતરમાં અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનું પણ એક ઈવેન્ટ દરમિયાન રી-યૂનિયન થયું હતું. 30 વર્ષ પછી, બંનેએ તેમના સુપરહિટ ગીત ચુરા કે દિલ મેરાના હૂક સ્ટેપ્સ કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શિલ્પા અને અક્ષયને સાથે જોયા પછી, ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને તેમને એક પ્રોજેક્ટમાં સાથે કામ કરવાની માંગ કરવા લાગ્યા હતા.
Akki & Shilpa 😍❤️💓
This is called shocking reunion 💥❤️ #AkshayKumar𓃵 #akshaykumar #ShilpaShetty pic.twitter.com/g9iYsXmulO— AKSHAYKUMARNEWS 🇮🇳 (@Akkian_Gauravv) March 4, 2025
શિલ્પા-રવીનાનું અક્ષય કુમાર સાથેનું અફેર
શિલ્પા શેટ્ટી અને રવીના ટંડન એક સમયે હરીફ અભિનેત્રીઓ હતી. બંને અભિનેત્રીઓએ 90ના દાયકામાં અભિનેતા અક્ષય કુમાર સાથે ડેટ કરી રહી હતી પહેલા અક્ષય અને રવીના ટંડન વચ્ચેના અફેરની અફવાઓ હતી. બંનેએ મોહરા, બારૂદ, કીમત જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. 1994માં અક્ષયની પ્રખ્યાત ફિલ્મ ‘મૈં અનાડી તુ ખિલાડી’ રિલીઝ થઈ, જે દરમિયાન અક્ષય અને શિલ્પા શેટ્ટીના પ્રેમ સંબંધની અટકળો શરૂ થઈ હતી.
આ પણ વાંચોઃ દીકરી યુરોપ ફરવા ગઈ હતી, અમેરિકા કેવી રીતે પહોંચી અમને ખબર નથીઃ તગેડી મૂકાયેલા ગુજરાતીઓ વિશે જાણો












