ટ્રેન્ડિંગમનોરંજન

Lockupp 2માં આકાંક્ષાનો મોટો ખુલાસો, ગૌરવ ખન્ના સાથે તૂટશે 9 વર્ષનું લગ્નજીવન

COUPLE DIVORCE:    ‘Lockupp 2’ના પહેલા જ એપિસોડમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. નેટફ્લિક્સના આ રિયાલિટી શોને રિતેશ દેશમુખ અને ફરાહ ખાન હોસ્ટ કરી રહ્યા છે. શોમાં અભિનેતા ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા ચમોલાએ ભાગ લીધો છે. એપિસોડ દરમિયાન આકાંક્ષાએ પોતાના લગ્નજીવનને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું અને જણાવ્યું કે તેઓ અને ગૌરવ ખન્ના હવે તલાક લેવા જઈ રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

એક વર્ષથી અલગ રહી રહ્યા છે બંને

આકાંક્ષાએ ખુલાસો કરતાં કહ્યું કે તેઓ અને ગૌરવ છેલ્લા એક વર્ષથી અલગ રહી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી આ વાત જાહેરમાં આવી નહોતી.

આકાંક્ષાએ કહ્યું, “ગૌરવ ખન્ના અને મારા ડિવોર્સ થઈ રહ્યા છે. અમે છેલ્લા એક વર્ષથી અલગ રહીએ છીએ. આ નિર્ણય અમારો બંનેનો છે અને અમે છેલ્લા એક વર્ષથી આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ.”

“અમારા વચ્ચે ઝઘડા નથી”

આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું કે તેમના અને ગૌરવ વચ્ચે કોઈ ખરાબ સંબંધ નથી. બંને હજુ પણ એકબીજા સાથે વાત કરે છે અને એકબીજાને સપોર્ટ પણ કરે છે.

તેમણે કહ્યું, “અમને લાગે છે કે પાર્ટનર તરીકે અમે એકબીજા માટે યોગ્ય નથી. અમારી લાઈફમાં ઇચ્છાઓ અને પ્રાથમિકતાઓ અલગ છે, જેના કારણે અમે આ નિર્ણય લીધો છે.”

“કપલ જેવી ફીલ નથી આવતી”

આકાંક્ષાએ જણાવ્યું કે આ સમસ્યાઓ ‘બિગ બોસ 19’ દરમિયાનથી જ શરૂ થઈ હતી. બંનેના પરિવારે થોડો સમય અલગ રહીને વિચારવાની સલાહ આપી હતી જેથી સંબંધ સુધરી શકે.

તેમણે કહ્યું, “લોકોને લાગતું હતું કે અમે ફરી સાથે આવી જઈશું કારણ કે અમે સોશિયલ મીડિયા પર સાથે દેખાતા હતા અને એકબીજાને સપોર્ટ કરતા હતા. પરંતુ અમને હવે કપલ જેવો ફીલ નથી આવતો.”

બાળક અંગે પણ હતા મતભેદ

ગૌરવ અને આકાંક્ષાની લગ્નજીવનને 9 વર્ષ થઈ ગયા છે. અગાઉ ‘Bigg Boss 19’ દરમિયાન ગૌરવે ખુલાસો કર્યો હતો કે તેઓ પિતા બનવા માંગે છે, પરંતુ આકાંક્ષા માતા બનવા માટે તૈયાર નહોતી.

ગૌરવે કહ્યું હતું કે બંને પોતાના બાળકની જવાબદારી અન્ય કોઈને સોંપવા માંગતા નહોતા અને આ મુદ્દે બંને વચ્ચે અલગ વિચારો હતા.

આ પણ વાંચો : ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, કહ્યું- સીઝફાયર તોડ્યું તો દુનિયાના નકશામાંથી મિટાવી દઈશું

Back to top button