ટ્રેન્ડિંગવર્લ્ડ

ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, કહ્યું- સીઝફાયર તોડ્યું તો દુનિયાના નકશામાંથી મિટાવી દઈશું

Trump’s open threat to Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘Truth Social’ પર પોસ્ટ કરીને ઈરાનને સીધી ધમકી આપી કે જો તેણે ફરી સીઝફાયરનો ભંગ કર્યો તો તેનું અસ્તિત્વ જ ખતમ થઈ શકે છે.

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકન લડાકૂ વિમાનો દ્વારા ઈરાનના મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ સ્થળો તેમજ દરિયાકાંઠાના રડાર સાઇટ્સ પર હુમલા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઈરાને વારંવાર સીઝફાયરનો ભંગ કર્યો છે અને હવે અમેરિકા વધુ સહન નહીં કરે.

“ઈરાન દુનિયાના નકશામાંથી મટી જશે”

ટ્રમ્પે પોતાના પોસ્ટમાં લખ્યું કે જો સ્થિતિ આવી જ રીતે બગડતી રહેશે તો અમેરિકા સૈન્ય કાર્યવાહી પૂર્ણ કરવા માટે મજબૂર થશે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે આવી સ્થિતિમાં “ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે.”

આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. માત્ર બે અઠવાડિયા પહેલા થયેલો શાંતિ કરાર હવે લગભગ તૂટી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે હુમલા બાદ વધ્યો તણાવ

રિપોર્ટ અનુસાર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક એક ઓઇલ ટેન્કર પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાન પર ભારે સૈન્ય હુમલા કર્યા હતા.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, ઈરાને બીજીવાર સીઝફાયરનો ભંગ કરતા અમેરિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુરુવારે ઈરાને ‘M/V Ever Lovely’ કાર્ગો શિપને નિશાન બનાવ્યું હતું, જેના જવાબમાં અમેરિકા દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારબાદ પણ ઈરાન રોકાયું નહીં અને શનિવારે પનામાના ધ્વજવાળા ‘M/T Kiku’ ઓઇલ ટેન્કર પર આત્મઘાતી ડ્રોન હુમલો કર્યો હોવાનું અમેરિકાએ જણાવ્યું.

આ ટેન્કરમાં 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ ભરેલું હતું. ત્યારબાદ ટ્રમ્પના સીધા આદેશ પર અમેરિકાએ ફરી ઈરાનના મિસાઇલ-ડ્રોન સ્ટોરેજ અને રડાર સાઇટ્સને નિશાન બનાવ્યા.

ભારે વિસ્ફોટોથી ધ્રૂજ્યા વિસ્તારો

હુમલા બાદ ઈરાનના સિરિક આઇલેન્ડ અને કેશ્મ આઇલેન્ડ નજીક ભારે વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

હુમલાના થોડા જ મિનિટોમાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઈરાનને દુનિયાના નકશામાંથી મિટાવી દેવાની ચેતવણી આપતા વૈશ્વિક રાજકારણમાં ફરી ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : FIFA માટે રાતે 3 વાગ્યે પણ ડેટ પર જવા તૈયાર ભારતીય યુવાનો! સર્વેમાં ખુલાસો 

Back to top button