બિગ બીના બર્થડે પર ઐશ્વર્યા રાયની ખાસ પોસ્ટ, ફરી દેખાયો જૂનો અંદાજ
Amitabh Bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (રવિવાર, 11 ઑક્ટોબરના રોજ 84 વર્ષના થયા. તેમના જન્મદિવસના ખાસ અવસરે સામાન્ય લોકોથી લઈને બોલિવૂડની જાણીતી હસ્તીઓએ પોતાના અંદાજમાં તેમને શુભેચ્છાઓ પાઠવી. સવારથી જ તેમના બંગલાની બહાર ચાહકોની ભીડ જોવા મળી હતી. બિગ બીએ પણ બહાર આવીને ચાહકો સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન બિગ બીની વહુ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પણ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઐશ્વર્યાએ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરીને પ્રેમભર્યા અંદાજમાં તેમને વિશ કર્યું. જોકે, આ વખતે પણ ઐશ્વર્યાની શુભેચ્છા આપવાની રીતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહીં. આ બાબતે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું. (Amitabh Bachchan)
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઐશ્વર્યાએ અમિતાભ અને આરાધ્યાની તસવીર શેર કરી
રવિવારે ઐશ્વર્યા રાય બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર અમિતાભ બચ્ચન અને તેમની પૌત્રી આરાધ્યા બચ્ચનની એક સુંદર તસવીર શેર કરી હતી. અનેક ઇમોજી સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું,
“જન્મદિવસની શુભેચ્છાઓ, વહાલા પા-દાદાજી. તમને ખૂબ પ્રેમ. ઈશ્વર હંમેશાં તમારા પર કૃપા વરસાવતા રહે.”
View this post on Instagram
ઐશ્વર્યાની આ પોસ્ટમાં અમિતાભ બચ્ચન અને આરાધ્યા વચ્ચેનો પ્રેમભર્યો સંબંધ જોવા મળ્યો હતો. પોસ્ટ શેર થતાં જ ચાહકોનું ધ્યાન તેના તરફ ખેંચાયું હતું.
સતત ત્રણ વર્ષથી એક જ અંદાજમાં આપી રહી છે શુભેચ્છા
ઐશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયા પર બહુ ઓછી પોસ્ટ શેર કરે છે. જોકે, અમિતાભ બચ્ચનના જન્મદિવસે તે દર વર્ષે તેમને શુભેચ્છા આપવાનું ભૂલતી નથી.

ખાસ વાત એ છે કે ઐશ્વર્યા ઘણા વર્ષોથી અમિતાભ બચ્ચન અને આરાધ્યાની સાથેની તસવીર શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે. એટલું જ નહીં, વર્ષ 2024, 2025 અને 2026માં પણ તેણે લગભગ એકસરખા શબ્દો સાથે બિગ બીને વિશ કર્યું છે.
આ કારણે ઐશ્વર્યાની આ વર્ષની પોસ્ટ પણ ચર્ચામાં આવી છે. ચાહકોનું ધ્યાન માત્ર તેની શુભેચ્છા પર જ નહીં, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી જળવાઈ રહેલા તેના એકસરખા અંદાજ પર પણ ગયું છે.
આ પણ વાંચો: પહેલા નોરતે જ વિવાદનો ગરબો! જીગરદાન ગઢવીની ‘સાચી નવરાત્રિ’ પર NOC વિના ગરબા યોજાયાનો આક્ષેપ
આ કલાકારોએ પણ અમિતાભ બચ્ચનને પાઠવી શુભેચ્છા
ઐશ્વર્યા રાય ઉપરાંત બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ પણ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ કલાકારોમાં સંજય દત્ત, ચિરંજીવી, પ્રભાસ, અનુપમ ખેર, અજય દેવગન, ફરાહ ખાન, કાજોલ અને શત્રુઘ્ન સિન્હા સહિત અનેક સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. સેલિબ્રિટીઝની સાથે ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર બિગ બી માટે શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.
આ પણ વાંચો:પોતાના જ પુસ્તકની ખરીદીનો ઓર્ડર? નીરજા ગુપ્તા ફરી વિવાદમાં!












