આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાહેલ્થ

એર ઇન્ડિયાનો મોટો ફેંસલો, દરેક મુસાફરને મળશે 50 લાખ સુધીનું વીમા કવર

નવી દિલ્હી, 16 જૂન, 2025: અમદાવાદની વિમાન અકસ્માતની ઘટના બાજદ એર ઇન્ડિયાએ મુસાફરોની સુરક્ષાને લઇને મોટો ફેંસલો કર્યો છે. સૂત્રોના અનુસાર એરલાઇને હવે તેના દરેક વિમાન મુસાફરી કરતા મુસાફરોનો વીમો ઉતારવામાં આવશે. આ વીમા કવર 30 લાખથી લઇને રૂ. 50 લાખ રૂપિયા સુધીનું હશળે અને નિયમ ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં લાગુ પડશે.

એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા અનુસાર, તાજેતરના વિમાન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીના અનુસાર, તાજેતરની ઘટનાએ અમને હચમચાવી દીધા છે. મુસાફરોની સલામતી ફક્ત ટેકનિકલ કે ઓપરેશનલ જવાબદારીઓ પર છોડી શકાય નહીં, આપણે તેમના ભવિષ્યની પણ ચિંતા કરવી પડશે.

વીમો થોડા મહિનાઓ માટે અસરમાં રહેશે

હાલ માટે, એર ઇન્ડિયાએ આ વીમા પ્રણાલી થોડા મહિનાઓ માટે લાગુ કરી છે. આ મહિનાઓ દરમિયાન મુસાફરોના પ્રતિભાવને જોતા, કંપની ભવિષ્યની રણનીતિ નક્કી કરશે. અત્યાર સુધી, વીમા પ્રક્રિયા અંગે મુસાફરો પાસેથી કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. એટલે કે, તમે કોઈપણ એર ઇન્ડિયા ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવતાની સાથે જ આ વીમો આપમેળે સક્રિય થઈ જશે.

મુસાફરોને માનસિક શાંતિ મળશે

આ નિર્ણયથી એર ઇન્ડિયાના મુસાફરોને માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં, પરંતુ તેમને માનસિક શાંતિ પણ મળશે કે કોઈપણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં, તેમના પરિવારને નાણાકીય સહાય મળશે. આ પહેલ એવા સમયે આવી છે જ્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉડ્ડયન સલામતી અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.

નિષ્ણાંતો શું માને છે

ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોએ આ પગલાને સકારાત્મક પહેલ ગણાવી છે. તેમનું માનવું છે કે આનાથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે જ, પરંતુ એર ઇન્ડિયાની બ્રાન્ડ છબી પણ મજબૂત થશે. એક હવાઈ સલામતી નિષ્ણાતના મતે, એર ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી પહેલ અન્ય એરલાઇન્સ માટે પણ એક ઉદાહરણ બની શકે છે. ફક્ત વિમાનમાં ચઢતી વખતે જ નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ જો ઇઝરાયેલ-ઇરાન વચ્ચેનો તણાવ ખતમ નહીં થાય તો જાણો ક્રૂડ અને સોનું ક્યાં પહોંચશે

Back to top button