અમદાવાદ: VHP, બજરંગ દળ દ્વારા શાહપુર, ઘી કાંટા માર્કેટ બંધનું એલાન; હોમગાર્ડની હત્યા પાછળ ડ્રગ્સ જવાબદાર હોવાના આક્ષેપ

23 જુલાઇ 2025 અમદાવાદ: શહેરમાં તારીખ 21 જુલાઈ 2025 એટલે કે સોમવારના રાત્રિના છેતરપિંડીનાં વિવાદને એક કપલ દ્વારા હોમગાર્ડની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સવારથી શાહપુર અને ઘીકાટા માર્કેટ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં બંધ કરાવવા નીકળેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.
બજાર બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનની અટકાયત
અમદાવાદ શહેરના શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કિશનભાઇ શ્રીમાળીની સોમવારે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે “મેરી બીબી કો ક્યુ દેખતા હૈ?” કહીને એ જ વિસ્તારમાં રહેતા બદરૂદ્દીન શાહ તેમજ નીલમ પ્રજાપતિ નામના કપલે નેફામાંથી છરી કાઢી પેટના ભાગે મારી આંતરડા કાઢી હત્યાની નીપજાવી હતી. જેને લઇને તારીખ 23 જુલાઈ બુધવારના રોજ સવારથી અમદાવાદ શહેરની શાહપુર અને ઘીકાટા માર્કેટ બંધ કરવાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે સવારથી જ મોટી સંખ્યામાં આ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. આ વિરોધને સવારથી સમગ્ર બજાર બંધ હાલતમાં જોવા મળી હતી. જોકે પોલીસે બંધ કરાવવા નીકળેલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
MD ડ્રગ્સનું વેચાણ, ઉપયોગ કાયમ બંધ કરાવવામાં માંગ
હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યા કરનાર આરોપી બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. અત્રે મહત્વનું છે કે મુખ્ય આરોપી બદરૂદ્દીન શાહ વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ગુના નોંધાયેલા છે અને મહિલા આરોપી નિલમ પ્રજાપતિ વિરુદ્ધ પાંચ જેટલા ગુના અમદાવાદના અલગ અલગ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. હાલ સ્થાનિકો અને વેપારીઓ દ્વારા આરોપીએ એમડી ડ્રગ્સના નશામાં ચાકુમારીને હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે અને માગણી કરી છે કે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દૂષણનું વેચાણ અને ઉપયોગ કાયમ માટે બંધ થવો જોઈએ.












