ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી

Shivranjani BRTS Fire: આજે સવારે અમદાવાદના વ્યસ્ત વિસ્તાર શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે સ્ટેન્ડના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસમાં હાજર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિકો અને મુસાફરોના જણાવ્યા અનુસાર, આગ લાગતાની સાથે જ ધુમાડો ફેલાવા લાગ્યો હતો. બસ સ્ટેન્ડ વ્યસ્ત હોવાથી ત્યાં ઘણા મુસાફરો હાજર હતા. ત્યારે ડ્રાઇવર અને સ્ટાફની સમયસૂચકતાથી તમામ મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે બહાર કાઢવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ કે ઇજાઓના સમાચાર નથી.

ઘટનાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી. ફાયર અધિકારીઓએ જણાવ્યું કે આગ કેબિનના ઇલેક્ટ્રિક સર્કિટમાંથી શરૂ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગને ફેલાતી અટકાવવા માટે પાણી અને ફોમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આગ અને ધુમાડાના દ્રશ્યો સ્પષ્ટ જોવા મળે છે. અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર હાજર છે અને વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Gujarat: શિક્ષિકાના પૂર્વ વિદ્યાર્થી પર યૌન શોષણના આરોપથી હડકંપ

Back to top button