ગુજરાતટ્રેન્ડિંગ

Gujarat: શિક્ષિકાના પૂર્વ વિદ્યાર્થી પર યૌન શોષણના આરોપથી હડકંપ

Teacher accuses ex-student of sexual exploitation: ગુજરાતમાં એક 38 વર્ષીય મહિલા શિક્ષિકાએ પૂર્વ વિદ્યાર્થી પર યૌન શોષણનો આરોપ લગાવતા હડકંપ મચી ગયો છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યૌન શોષણના બનાવો બન્યા છે અને તેમા કેટલાક સમયથી નોંધપાત્ર વધારો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે એક વિધવા શિક્ષિકાએ પૂર્વ વિદ્યાર્થી પર આ ગંભીર આરોપ લગાવ્યો છે.

શિક્ષિકાએ કરેલી ફરિયાદ મુજબ, લગભગ 12 વર્ષ પહેલા વિદ્યાર્થીને ધોરણ 10માં ભણાવ્યો હતો. થોડા વર્ષો પહેલા એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક થયો અને સમય જતા બન્ને વચ્ચે વાતચીત શરુ થઈ હતી. ધીમે ધીમે વાતચીત આગળ વધી અને વિદ્યાર્થીએ વાતચીત દરમિયાન ટિચરને કહ્યું કે, ‘મને સ્કૂલના દિવસોથી જ તમારા પર ક્રશ હતો’

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

ટિચર અને વિદ્યાર્થી વચ્ચે ફક્ત હવે વાતચીતથી પણ વાત આગળ નીકળી ગઈ હતી અને વિદ્યાર્થી ટિચરના ઘરે પણ આવતો જતો થયો હતો. આ પછી એક દિવસ વિદ્યાર્થીએ ટિચરને પ્રપોઝ કર્યું અને ટીચર પણ સહમત થઈ હતી, આ પછી બન્ને વચ્ચે ફિઝિકલ રિલેશન પણ બંધાયો હતો. જો કે હાલમાં જ વિદ્યાર્થીએ ફરિયાદી શિક્ષિકાને જણાવ્યું હતું કે, તે (વિદ્યાર્થી) હવે બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે એટલે ટિચરને સંપર્ક ન કરવાનું કહ્યું હતું.

આ પછી ટિચરે વિદ્યાર્થી પર ફરિયાદ દાખલ કરવાનું વિચાર્યું હતું. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ યૌન શોષણની ફરિયાદ નોંધવામાં આવી છે.

 આ રણ વાંચો : ગુજરાતમાં UCC બિલ પાસ, લગ્ન અને છુટાછેડા માટે આ નિયમો લાગૂ થશે

Back to top button