અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: દારુડીયા પોલીસકર્મીએ વિશાલા હોટલ પાસે તાંડવ મચાવ્યો, કારમાંથી બિયરની બોટલો મળી

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2025: અમદાવાદમાં રોડ અકસ્માત અને ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે હવે ફરી એક વાર આવી ઘટના જોવા મળી છે, જો કે આ ઘટના કોઈ આમ નાગરિક દ્વારા નહીં પણ ખુદ પ્રજાનું રક્ષણ કરતી પોલીસનો એક જવાને કરી છે. આ પોલીસ જવાને અમદાવાદની વિશાલા હોટલ નજીક નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. કહેવાય છે કે પોલીસકર્મી પ્રકાશ દેસાઈએ દારુ પીધેલી હાલતમાં અકસ્માત સર્જતા સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો. તેની કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. જે બાદ સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદના વિશાલા હોટલ નજીક પોલીસકર્મીએ દારુના નશાની હાલતમાં પહેલા તો રિક્ષાને ટક્કર મારી હતી, જે બાદ સ્થાનિક લોકોએ આ પોલીસકર્મીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. બાદમાં પોલીસ આવી તેને પીસીઆર વાનમાં બેસાડીને લઈ ગયા હતા. પોલીસને કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. કારની ટક્કરથી રિક્ષાને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ કોન્સ્ટેબલ પ્રકાશ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, આ કોન્સ્ટેબલ વટવા પોલીસમાં ફરજ બજાવતો હતો.

આ પણ વાંચો: ગાંધીનગરના પેથાપુરમાં 500 પોલીસ જવાનો સાથે બુલડોઝર પહોંચ્યા, 700 જેટલા મકાનોના ભુક્કા બોલાવશે

Back to top button