ગાંધીનગરના પેથાપુરમાં 500 પોલીસ જવાનો સાથે બુલડોઝર પહોંચ્યા, 700 જેટલા મકાનોના ભુક્કા બોલાવશે

ગાંધીનગર, 18 સપ્ટેમ્બર 2025: ગાંધીનગરમાં ફરી એક વાર બુલડોઝરની મોટી એક્શન જોવામ ળી છે. સાબરમતી નદીના કિનારાવાળા વિસ્તારમાં ગુરુવાર સવારથી બુલડોઝરે કામ શરુ કરી દીધું છે. ભારે સુરક્ષા ફોર્સ સાથે સરકારી જમીન પર બનેલા 700થી વધારે મકાનો અને અન્ય ઢાંચા તોડી પાડવામાં આવી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લા પ્રશાસન અનુસાર, સાબરમતી નદીના કિનારે જીઈબી, પેથાપુર, ચારેડી વિસ્તારમાં સરકારી જમીનો પર દબાણ કર્યા હતા. ઘણી વાર તેમને જગ્યા ખાલી કરવા માટે ચેતવણી પણ આપી હતી. ગુરુવાર સવારે ભારે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે તોડફોડ માટે બુલડોઝર અભિયાનની શરુઆત કરી. એક સાથે ઢગલાબંધ બુલડોઝર મકાનો તોડતા હોવાનું દેખાઈ આવ્યું હતું.
#WATCH | Gandhinagar, Gujarat | Amid tight security by over 500 police personnel, the Gandhinagar District Administration and District Police have launched a major demolition drive against illegal encroachments since early morning today. Bulldozing has begun on over 700… pic.twitter.com/5j8OBKeYcA
— ANI (@ANI) September 18, 2025












