અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સાવધાન: ગરબા રમવા માટે કાળા કાચવાળી ગાડીને લઈને ગયા તો પોલીસ લોક મારી દેશે

અમદાવાદ, 19 સપ્ટેમ્બર 2025: નવરાત્રિના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ તહેવારને લઈને પોલીસ દ્વારા મોટા શહેરોમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેના ભાગરુપે અમદાવાદમાં પણ પોલીસે તૈયારીઓ શરુ કરી દીધી છે. અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ હવે ગરબાના પાર્કિંગમાં કાળા કાચની ગાડીઓ જોવા મળશે તો તેને લોક મારી દેશે. આમ તો શહેરમાં ઠેર ઠેર ગરબાના આયોજન થાય છે. આ દરમ્યાન ખેલૈયાઓ ગરબા રમવા માટે ગાડીઓ લઈને જશે, પણ જો તેમાં કાળા કાચ હશે અને પાર્ટી પ્લોટ કે પાર્કિંગમાં કાળા કાચવાળી ગાડીઓ જોવા મળશે તો પોલીસ તેને લોક કરી કાર્યવાહી કરશે.

અહીં ઉલ્લેખનિય છે કે, ગુજરાત હાઈકોર્ટે ગાડીઓના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવા માટે કડક આદેશ આપ્યો છે. જે બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. હાલ બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનોની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. હાઈકોર્ટની ટકોર બાદ પોલીસની ડ્રાઈવ નવરાત્રિના 10 દિવસ સુધી ચાલશે.

ગુજરાત હાઈકોર્ટે તહેવારોને જોઈ આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કડક કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી. નવરાત્રિમાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ તેમજ તંત્ર એલર્ટ મોડ પર આવી ગઈ છે. ગરબાના સ્પોટ પર સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી ફરજિયાત હોવા જોઈએ. આ ઉપરાંત રેસિંગ કરવા માટે નીકળેલા બાઈકર્સને રોકવા માટે પણ ખાસ ટીમ તૈયાર કરાઈ છે. પોલીસે આ અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

આ પણ વાંચો: લ્યો બોલો! ખાલી 2 પાણીપુરી ઓછી આપતા વડોદરામાં મહિલા રસ્તા વચ્ચે બેસી ગઈ, પોલીસ બોલાવવી પડી

Back to top button