અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
જોધપુરમાં BRTS બસસ્ટેન્ડ પાસે મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગ, ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad Fire: અમદાવાદના જોધપુર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મેડિકલ એજન્સીના ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે. ફાયરબ્રિગેડની 4 ગાડી સ્થળ પર હાજર છે. આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.
પારસ મેડિકલ એજન્સીના દવાના ગોડાઉનમાં આગ
પારસ મેડિકલ એજન્સીના દવાના ગોડાઉનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ ગોડાઉનમાં ખૂબ ધુમાડો હોવાના કારણે તકલીફ પડી હતી. જોકે થોડી જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. હાલમાં ધુમાડો દૂર કવાની પ્રક્રિયા ચાલી રહી છે.











