ગુજરાતટોપ ન્યૂઝ

Ahmedabad: નકલી ગાયનું ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, નિકોલમાં 400 કિલો ભેળસેળિયું ઘી ઝડપાયું

Ahmedabad News: અમદાવાદમાં ખાદ્ય સુરક્ષા વિભાગે મોટી કાર્યવાહી કરતાં નિકોલ વિસ્તારમાં ચાલતું ગેરકાયદે ઘી ઉત્પાદન યુનિટ ઝડપી પાડ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે દરોડો પાડી આશરે 400 કિલો નકલી ગાયનું ઘી જપ્ત કર્યું છે, જે વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી તૈયાર કરવામાં આવતું હતું.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના નજીક આવેલા રોયલ બંગ્લોઝના રહેણાંક મકાનમાં કોઈપણ પ્રકારના લાયસન્સ કે FSSAI નોંધણી વિના આ ગેરકાયદે ઉત્પાદન ચાલતું હતું. અહીં બનાવવામાં આવતું ઘી “મંગલમૂર્તિ ગાયનું ઘી” નામે બજારમાં વેચાણ માટે પેક કરવામાં આવતું હતું.

ફૂડ વિભાગની તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પેકિંગ પર ખોટી માહિતી દર્શાવવામાં આવતી હતી. જેમાં કઠવાડા સ્થિત “મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ”ને મેન્યુફેક્ચરર તરીકે બતાવવામાં આવ્યું હતું, જ્યારે સંબંધિત લાયસન્સ પણ સમયસર સમાપ્ત થઈ ચૂક્યું હતું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

AMCની ટીમે સ્થળ પરથી અંદાજે 1.60 લાખ રૂપિયાની કિંમતનો 400 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ઉપરાંત 500 જેટલા ખાલી જાર, લેબલ્સ, પેકિંગ સામગ્રી, ગેસ સિલિન્ડર અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા મોટા તપેલા પણ સીઝ કરવામાં આવ્યા છે.

ફૂડ વિભાગે ઘીના નમૂનાઓ લઈને તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે કે આ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું અને કેટલા સમયથી આ રેકેટ કાર્યરત હતું. AMCના હેલ્થ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા તમામ ગેરકાયદે એકમો સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના ટિહરીમાં ભયાનક અકસ્માત: 300 મીટર ઊંડી ખીણમાં કાર ખાબકી, 8નાં મોત

 

Back to top button