ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ખેલાયો ખૂની ખેલ, પત્નીએ પોલીસ પતિની હત્યા કરી કર્યો આપઘાત

  • પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો
  • સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી
  • પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્નીએ પોલીસ પતિના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારતા મોત નીપજ્યું હતું. દાણીલીમડા પોલીસ લાઈનમાં ઘટેલી આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું હોવાનું જણાતાં પત્નીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી

સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને હત્યા-આત્મહત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના દાણીલીમડા પોલીસ લાઈન ખાતે રહેતા મુકેશભાઈ પરમાર (ઉં.વ.34) A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મુકેશ અને તેમના પત્ની સંગીતા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં સામાન્ય બોલાચાલીમાં પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો માર્યો હોવાનું સામે આવ્યું છે. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા પોલીસકર્મી મુકેશનું મોત નીપજ્યું હતું.

પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

ઘટના સમયે તેમનો દીકરો ત્યાં હાજર હોવાથી હિબકી ગયો હતો અને ઘરનો દરવાજો ખોલીને સમગ્ર મામલે પાડોશીને જાણ કરી હતી. પોલીસકર્મી મુકેશ મૂળ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ખડકાણા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. મૃતક મુકેશ 7 માર્ચ, 2012થી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા અને 20 ડિસેમ્બર, 2023ના રોજ શહેરના ટ્રાફિક વિભાગમાં જોડાયા હતા. જ્યારે પતિના અન્ય મહિલા પોલીસકર્મી સાથે અફેરને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતાં હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ જણાયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: સિંહોનાં મોત મામલે આક્રોશ સાથે ભાજપના MLAએ સવાલ ઉઠાવ્યા

Back to top button