અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદ શહેરના 1740 પોલીસકર્મીઓની આંતરિક બદલી, જુઓ લિસ્ટ

અમદાવાદ, 20 જુલાઈ : અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં આજે શનિવારે મોડી સાંજે બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમ એકસાથે બિન હથિયારી 1740 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેના પગલે પોલીસબેડામાં ભૂકંપ આવી ગયો હતો. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આ ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.

સાત દિવસમાં બદલી પામેલી જગ્યાએ હાજર થવાનું રહેશે

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા શનિવારે સાંજે બહાર પાડવામાં આવેલા બદલીના ઓર્ડરમાં બિન હથિયારી 1740 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ત્યારે આ તમામ બદલી પામેલા પોલીસકર્મીઓએ કોઈપણ ઉલટ પત્રવ્યવહાર વગર આગામી 7 દિવસની અંદર બદલીની જગ્યાએ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.

અહીં જુઓ બદલી પામેલા તમામ પોલીસકર્મીઓની યાદી

Back to top button