કીર્તિ પટેલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ આપ્યું સ્ફોટક નિવેદન, કહ્યું-“હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ…”

Kirti Patel News: ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં મૃગી કુંડમાં સ્નાન કરવા બાબતે સર્જાયેલા વિવાદમાં બાદ પોલીસની ફરજમાં રૂકાવટ લાવવાના કેસમાં કીર્તિ પટેલ ગુરુવારે તેના વકીલ સુરેશ પરમાર સાથે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. કીર્તિ પટેલ તાલુકા પોલીસ સમક્ષ હાજર થઈ હતી જે બાદ તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. કીર્તિનું નિવેદન લઈને તરત જ તેને મુક્ત કરી દેવામાં આવી હતી. કીર્તિ પટેલે ત્યારે જણાવ્યું કે, “હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ બધાને ખબર પડી જશે.
શું હતી સમગ્ર ઘટના?
ભવનાથના મહાશિવરાત્રી મેળા દરમિયાન 15મી ફેબ્રુઆરીએ રવેડી બાદ મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. જે દરમિયાન સમજાવટ કરવા ગયેલા મહિલા પી.આઈ.ની ફરજમાં કીર્તિ પટેલે રૂકાવટ કરી હતી. આ અંગે ફરિયાદ દાખલ થઈ હતી. જેની તપાસ તાલુકા પોલીસને સોંપવામાં આવી છે. આ કેસમાં પોલીસે હાજર રહેવા નોટિસ આપતા કીર્તિ પટેલ ગુરુવારે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર રહી હતી. જેમાં પોલીસે તેનું નિવેદન લઈ જવા દીધી હતી. કીર્તિ પટેલ તેના વકીલ સુરેશ પરમાર સાથે હાજર થઈ હતી. આ અંગે વકીલે જણાવ્યું હતું કે, ફરજમાં રૂકાવટના કેસમાં હાજર થયા બાદ પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસને સહકાર આપવાના ભાગરૂપે હું પણ મારા અસીલ સાથે આવ્યો છું. પોલીસે તેમની પૂછપરછ કરી છે. જો પોલીસ પાસે તથ્યો હશે તો તે ચાર્જશીટ કરશે અને ચાર્જશીટ સંબંધે અમે અમારો પક્ષ કોર્ટમાં મૂકીશું. હવે ત્રણેય કેસમાં ધરપકડમાંથી મુક્તિ મળી છે. ચાર્જશીટ થયે કોર્ટનું સમન્સ મળશે ત્યારે હાજર રહેશે.
કીર્તિ પટેલે જણાવ્યું કે, “હું ખાલી હર હર મહાદેવ કહીશ તો પણ બધાને ખબર પડી જશે. જય સનાતન, હર હર મહાદેવ”
નોંધનીય છે કે, પોલીસે કીર્તિ પટેલ સામે ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકીના ગુનામાં કીર્તિ પટેલ, તેની સાથીદાર દિવ્યા સાવલાણી સહિતનાઓ પર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં ગઈકાલે કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ દિવ્યાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેના ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટ દ્વારા આવતીકાલે બપોરના ૪ વાગ્યા સુધી રિમાન્ડ આપવામાં આવ્યા છે.
પ્રભાસ-પાટણના નિરાલી ખોડીયાર આશ્રમના મહંતે મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કરવાથી ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ કરી હતી તે ગુનામાં ભવનાથ પોલીસ દ્વારા કીર્તિ પટેલને નોટિસ આપવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં તેનું નિવેદન લઈ તેને જામીન મુક્ત કરી છે. જ્યારે ફરીવાર આજે કીર્તિ પટેલને પોલીસે પીઆઈની ફરજમાં રૂકાવટના ગુનામાં હાજર થવા નોટિસ ફટકારી હતી. જેમાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી.
આ પણ વાંચો: રાજ્યમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત્, સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાનો ઈમેલ મળ્યો












