ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

એક્ટર અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી, જાણો શું લઈને ભાગ્યા ચોર?

મુંબઈ, 21 જૂન, બોલિવૂડ એક્ટર અનુપમ ખેર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અનુપમ ખેર મુંબઇના દેસાઈ રોડ ખાતે ઓફિસ ધરાવે છે. તે ઓફિસમાં ચોરી થઈ છે. અનુપમ ખેરે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ વિશે જણાવ્યું છે. બે અજાણ્યા શખ્સો અનુપમ ખેરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને લોકરની ચોરી કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, અને પોલીસે તેમને કહ્યું કે ચોરોને જલ્દી પકડવામાં આવશે. ઓફિસમાંથી તિજોરી અને બોક્સની ચોરી થઈ છે. તે બોક્સમાં ફિલ્મની નેગેટિવ્સ રાખવામાં આવી હતી.

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેમની અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડાયેલી માહિતી તેમજ તેની ખુશી અને દુ:ખ તેના ચાહકો સાથે શેર કરે છે. વીરા દેસાઈ રોડ પર આવેલી અભિનેતાની ઓફિસમાં ચોરોએ ઘૂસીને તોડફોડ કરી ચોરી કરી હતી. અનુપમ ખેરે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમની ઓફિસનો દરવાજો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. બુધવારે મધ્યરાત્રિએ મુંબઈના અંધેરી વિસ્તારમાં વીરા દેસાઈ રોડ પર સ્થિત અનુપમ ખેરની ઓફિસમાં ચોરો દરવાજો તોડીને પ્રવેશ્યા હતા. આરોપીઓ ઓટો રીક્ષામાં ભાગી છૂટયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આંબોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

આરોપીઓ ઓટો રીક્ષામાં ભાગી છૂટયા

અનુપમ ખેરે એક વીડિયો શેર કર્યો છે, જે તેમની ઓફિસના લોકોએ બનાવ્યો છે. વિડિયો શેર કરતી વખતે અનુપમે કેપ્શનમાં લખ્યું, “ગઈ રાત્રે વીરા દેસાઈ રોડ પરની મારી ઓફિસમાં બે ચોરોએ મારી ઓફિસના બે દરવાજા તોડી નાખ્યા અને એકાઉન્ટ્સ વિભાગમાંથી આખી સેફ લઈ ગયા અને એક અમારી કંપની દ્વારા બનાવવામાં આવેલ સેફ, જે એક બોક્સમાં હતા, તે ચોરાઈ ગયા હતા. અમારી ઓફિસે એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે ખાતરી આપી છે કે ચોરોને બહુ જલ્દી પકડી લેવામાં આવશે. કારણ કે સીસીટીવી કેમેરામાં બંને પોતાના સામાન સાથે ઓટોમાં બેઠેલા જોવા મળ્યા હતા. ભગવાન તેને બુદ્ધિ આપે.જો કે અનુપમ ખેર છેલ્લા 40 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે. તેમની પહેલી ફિલ્મ ‘સારંશ’ હતી, જે વર્ષ 1984માં આવી હતી.

અભિનેતા છેલ્લા 30 વર્ષથી બિલ્ડિંગના પહેલા માળે ત્રણ રૂમની ઓફિસ ધરાવે છે. ગુરુવારે સવારે જ્યારે ઓફિસ સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી. શેર કરવામાં આવેલ વીડિયો અનુપમની ઓફિસમાં કામ કરતા લોકોએ પોલીસના આગમન પહેલા બનાવ્યો હતો. અનુપમ ખેરના ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. તે અનુરાગ બાસુની આગામી એન્થોલોજી ફિલ્મ ‘મેટ્રો…ઈન ડીનો’માં આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ, અલી ફઝલ અને નીના જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે જોવા મળશે.

આ પણ વાંચો..અમિતાભ બચ્ચને જેમના ચરણ સ્પર્શ કર્યા એ મહાન વ્યક્તિ કોણ છે?

Back to top button