ટ્રેન્ડિંગનેશનલફૂડસંવાદનો હેલ્લારો

અજીબ ચોરી! ફ્રિજ ચોરી કરવા આવ્યા 2 ચોર, ફ્રિજ ઉપાડી ન શક્યા તો દૂધ અને દહીં ચોરી ભાગ્યા

  • પોલીસ શોધી રહી છે આ અનોખા ચોરને

મેરઠ, 17 જૂન, રાજ્યમાં ચોરી દિન-પ્રતિદિન વધી રહી છે. તમે ચોરીની ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું અને જોયું હશે, જ્યાં ચોર સોના ચાંદી ઘરેણાં પૈસા જેવી વસ્તુઓની ચોરી કરે છે, પરંતુ મેરઠમાં એક વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ચોર સોના ચાંદી કે કોઈ વસ્તુની નહીં પરંતુ સુધ દહી જેવી સામાન્ય વસ્તુની ચોરી કરીને ભાગી છૂટયા હતા. ચોરીની આ વિચિત્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

 

ફ્રિજમાં રાખેલી વસ્તુઓ લઈને ફરાર

મેરઠમાં સિવિલલાઈન્સ પોલીસ સ્ટેશનના પ્રભાત નગર વિસ્તારમાં લાલપન ભંડારની દુકાન છે. આ દુકાનની બહાર એક ફ્રીજ છે, જેમાં દૂધ, દહીં અને અન્ય વસ્તુઓ રાખવામાં આવી હતી, મોડી રાત્રે અંહી 2 ચોર ઘૂસી આવ્યા હતા. ચોર ફ્રિજ ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા પરંતુ ફ્રિજ ચોરી કરવાનોનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ભારે જહેમત બાદ પણ ચોરો ફ્રિજની ચોરી કરવામાં સફળ ન થઈ શક્યા ત્યારે તેઓ ફ્રિજમાં રાખેલી વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા.

શું છે વીડિયોમાં ?

ફ્રિજમાં રાખેલ દૂધ, દહીં અને અન્ય ચીજવસ્તુઓ કોથળામાં મૂકીને ચોર ત્યાંથી નાંસી છૂટયા હતા. ચોરીની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચોરો દુકાનની બહારના ફ્રીજને નિશાન બનાવીને તેમાં રાખેલ દૂધ, દહીં અને અન્ય વસ્તુઓની ચોરી કરે છે, અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જય છે. પોલીસ સ્ટેશન આ વિચિત્ર ચોરી કરનાર ચોરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મેરઠમાં અનોખા ચોરોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

હકીકતમાં, રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મેટ્રો સિટી મેરઠના સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રભાત નગરમાં આવેલી લાલ પાન ભંડાર દુકાનનો હોવાનું કહેવાય છે. મોડી રાત્રે ચોરોને રસ્તાની કિનારે રાખેલ ફ્રિજ રાજ આવ્યું ન હતું. પરંતુ ચોરોનું આ કારનામું દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે. પોલીસે દુકાન માલિકની જાણના આધારે મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ પોતાના કબજામાં લીધા હતા અને હવે ચોરીને અંજામ આપી નાસી છૂટેલા ચોરોની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો..પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ ખંડિત થતાં જૈન સમાજમાં રોષ, ફરી સ્થાપિત કરવા માંગ

Back to top button