ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

અનુપમ ખેરે રજનીકાંત સાથેનો વીડિયો શેર કરીને કર્યા વખાણ, થલાઈવાને ભગવાનની ભેટ ગણાવ્યા

Text To Speech
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં રજનીકાંત અને અનુપમ ખેર સાથે જોવા મળ્યા 

HD ન્યૂઝ ડેસ્ક, 11 જૂન: અનુપમ ખેર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ માટે અવારનવાર ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તાજેતરમાં અભિનેતા તેના નવા વીડિયોને લઈને ચર્ચામાં આવ્યો છે, જેમાં તે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેર રજનીકાંતના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. અનુપમ ખેર અને રજનીકાંત બંને બહુમુખી અને તેજસ્વી અભિનેતા છે. આ બંને દિગ્ગજ સ્ટાર્સ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ હાલમાં જ અનુપમ ખેરે તેના સોશિયલ મીડિયા પર તેણે લગતો એક વીડિયો શેર કરીને સાઉથના કિંગ થલાઈવાને ભગવાનની ભેટ ગણાવ્યા હતા. હવે અનુપમ ખેરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે રજનીકાંતને ‘ભગવાનની ભેટ’ ગણાવ્યા 

વીડિયોમાં અનુપમ ખેર-રજનીકાંત તરફ કેમેરા ફેરવીને કહેતા જોવા મળે છે કે, ‘ધ વન એન્ડ ઓન્લી, મિસ્ટર રજની-ધ-કંથ. એકમાત્ર. ભગવાનની ભેટ.’ આ દરમિયાન અનુપમ ખેરના વખાણ સાંભળીને રજનીકાંત હસતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતી વખતે અનુપમ ખેરે લખ્યું છે કે, ‘માનવતા માટે ભગવાનની ભેટ, એકમાત્ર -રજનીકાંતની જય હો.’ બંને સુપરસ્ટારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. અનુપમ ખેર અને રજનીકાંતને એકસાથે જોવા પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું કે, ‘એક જ ફ્રેમમાં બે દિગ્ગજ.

રજનીકાંત-અમુપમ ખેરનું વર્ક ફ્રન્ટ

મહત્ત્વપૂર્ણ છે કે,  રજનીકાંત છેલ્લે ‘લાલ સલામ’માં જોવા મળ્યા હતા. હવે થલાઈવા ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન, ફહાદ ફાસિલ અને રાણા દગ્ગુબાતી અભિનીત ફિલ્મ ‘વેટ્ટાઈયાં’માં જોવા મળશે. અનુપમ ખેરના કામ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ‘કાગઝ 2’માં જોવા મળ્યા હતા, જેમાં દર્શન કુમાર, નીના ગુપ્તા અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક મહત્ત્વની ભૂમિકામાં હતા. આ સિવાય તે કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળવાના છે.

આ પણ જુઓ: ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર સોનાક્ષીએ પહેલીવાર તોડ્યું મૌન, કહ્યું…

Back to top button