ટ્રેન્ડિંગનેશનલ

‘રાજીનામું નહીં આપો તો…’ જ્ઞાનેશ કુમાર સામે અભિજીત દીપકેની ચેતવણી

Abhijit Deepke: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લઈને ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ શુક્રવારથી મુંબઈમાં વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી છે. ગુરુવારે મુંબઈ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેએ દેશવ્યાપી આંદોલનની ચીમકી આપતાં જણાવ્યું હતું કે જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી દિલ્હીના જંતર-મંતર સહિત દેશભરમાં આંદોલન ચાલુ રહેશે.

દીપકેએ દાવો કર્યો હતો કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા હેઠળ કથિત રીતે 13 કરોડ મતદારોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે, જે લોકશાહી સામે મોટો ફટકો છે.

આંદોલનકારીઓની 3 મુખ્ય માંગણીઓ

પત્રકાર પરિષદ દરમિયાન અભિજીત દીપકેએ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી:-

CEC નું રાજીનામું અને કેસ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક પદ પરથી રાજીનામું આપે અને તેમની સામે ફોજદારી (ક્રિમિનલ) કેસ દાખલ કરવામાં આવે.

SIR ની પ્રક્રિયા પર રોક: 2025 ની SIR યાદીને ફ્રીઝ કરવામાં આવે અને આગામી ચૂંટણીઓ 2025 ની મૂળ મતદાર યાદી મુજબ જ કરાવવામાં આવે.

નિમણૂંક પ્રક્રિયામાં પારદર્શિતા: ચૂંટણી કમિશનરની પસંદગી એક સ્વતંત્ર સંસ્થા દ્વારા પારદર્શક રીતે કરવામાં આવે, જેમાં સિવિલ સોસાયટીની પણ ભાગીદારી હોવી જોઈએ.

આ પણ વાંચો:ODIમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બેટ્સમેન, શુભમન ગિલ પહેલા નંબર વન ખેલાડી કોણ હતો

શિવાજી પાર્ક ખાતે એકઠા થવા અપીલ

સીજેપી દ્વારા સમર્થકો અને નાગરિકોને શુક્રવારે દાદર સ્થિત શિવાજી પાર્કના ગેટ નંબર 6 પર એકઠા થવા અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મુંબઈ પોલીસે માર્ગદર્શિકાનું કારણ આપીને આઝાદ મેદાનમાં આંદોલન કરવાની પરવાનગી આપી નથી. અગાઉ NEET પેપર લીક મામલે દિલ્હીના જંતર-મંતર પર સીજેપીના નેતૃત્વમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શન બાદથી સંગઠન રાષ્ટ્રીય સ્તરે વિવિધ મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે.

આ પણ વાંચો:શું સપ્ટેમ્બરનો પગાર કપાયો છે? ચિંતા કરશો નહીં, થશે એક મોટો ફેરફાર

Back to top button