અભિજીત દીપકેનું મોટું એલાન! દિલ્હી બાદ હવે પુણેમાં 11 જૂને કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન

Cockroach Janata Party: કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકેએ 11 જૂને પુણેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત આ બીજું મોટું પ્રદર્શન હશે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે અને પાર્ટી તરફથી આ આંદોલનની માહિતી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોકરોચ મહારાષ્ટ્રની શિક્ષણ રાજધાની પુણેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુરુવારે (11 જૂન) સાંજે 4 વાગ્યે પુણેમાં સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
પાર્ટીએ જંતર-મંતર પર પોતાનો પહેલો પ્રોટેસ્ટ કર્યો
કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના બાદ પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શનિવાર, 6 જૂનના રોજ દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાનો પહેલો પ્રોટેસ્ટ કર્યો હતો. આ પ્રોટેસ્ટમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો જોડાયા હતા. પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે ખાસ અમેરિકાથી ભારત આવ્યા હતા. તેમની સાથે દેશભરના વિદ્યાર્થીઓ ઉપરાંત જાણીતા એન્જિનિયર, શિક્ષણ સુધારક અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા.
આ પ્રદર્શનમાં સેંકડો લોકો જોડાયા હતા, જેમાં મોટાભાગે યુવાનો હતા. ઘણા લોકો કોકરોચ માસ્ક પહેરીને આવ્યા હતા અને હાથમાં ફૂલો રાખ્યા હતા. કેટલાક સ્કુલના વિદ્યાર્થીઓ પણ તેમના માતા-પિતા સાથે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં મોટાભાગે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો હતા. વિરોધ સ્થળ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
અભિજીત દીપકેએ તાજેતરની પોતાની અપીલમાં આ તમામ સૂચનાઓનું ફરી એકવાર પુનરાવર્તન કર્યું. તેમણે ખાસ કરીને પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળતા અધિકારીઓ સાથે સન્માનજનક અને શાંતિપૂર્ણ વર્તન રાખવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, પ્રદર્શન પૂર્ણ થયા બાદ અભિજીત દીપકેએ એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી, જેને લઈને સમર્થકો અને વિદ્યાર્થીઓમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: ફ્લાઈટમાં જમવાનું નહીં લો તો ભાડું ઓછું ચૂકવવું પડશે! એઅર ઇન્ડિયા લાવી શકે છે નવી ટિકિટ કેટેગરી











