ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અહીં થયો ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ: 3ના મૃત્યુ અનેક ઘાયલઃ જાણો વિગત

સહારનપુર, 26 એપ્રિલ, 2025: ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના દેવબંદમાં શનિવારે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં. તે તમામના ચીથરાં ઉડી ગયા હોવાની આશંકા છે. જો કે, હજી સત્તાવાર ધોરણે મૃતકોની કોઈ ખાતરી થઈ નથી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આખી ફટાકડાની ફેક્ટરી નાશ પામી હતી. વિસ્ફોટથી મૃતદેહોના ટુકડા થઈ ગયા અને તે દૂર દૂર સુધી પડી ગયા. ઘણા ઝાડ પર માંસના ટુકડા લટકેલા મળી આવ્યા છે. ફેક્ટરીના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

શનિવારે સવારે લગભગ 7 વાગ્યે મુઝફ્ફરનગર-સહારનપુર સ્ટેટ હાઇવે પર જદૌદા જાટ નજીક આવેલી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ઘણા કામદારોના મૃત્યુ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ નજીકના ગામડાઓમાં પણ સંભળાયો હતો. આખી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ હતી. વિસ્ફોટ સમયે ફેક્ટરની અંદર નવ શ્રમિકો કામ કરી રહ્યા હતાં.

પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં ભોગ બનનારાના પરિજનોએ રોષ વ્યક્ત કરતાં રસ્તા પર દેખાવો કર્યા હતા. તેમણે આરોપ મૂક્યો હતો કે, આ ફેક્ટરી ગેરકાયદે ચાલી રહી હતી. પોલીસે જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના સમયે ફેક્ટરીમાં નવ લોકો કામ કરી રહ્યા હતા. આ દુર્ધટના સ્થળે માનવ શરીરના ચીથરાં જોવા મળ્યા છે. ઘણાના હાથ-પગ છૂટા પડી ગયા છે. અમુક લોકો ફેક્ટરીની બિલ્ડિંગના કાટમાળ નીચે દબાયા હોવાની પણ આશંકા છે. અધિકારીઓ દ્વારા જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાવી દીધો છે.

આ પણ વાંચો….Video : ‘આતંકીઓ સામે કડક કાર્યવાહી કરો’, પહલગામ ઘટના અંગે સૌરવ ગાંગુલીએ દુઃખ વ્યક્ત કર્યું

Back to top button