નસીબની બલિહારી! ભારતીય મહિલાને દુબઈમાં મફતમાં મળ્યો લક્ઝરી ફ્લેટ

A stroke of luck! : દુબઈમાં રહેતી 27 વર્ષની ભારતીય મહિલા આયશા અમીર તાજેતરમાં શરૂ કરાયેલા ‘વિન યોર હોમ ઇન દુબઈ’ કેમ્પેઇન હેઠળ મફતમાં લક્ઝરી એપાર્ટમેન્ટ જીતનાર પ્રથમ વિજેતા બની છે. કેરળની રહેવાસી આયશાએ શહેરવ્યાપી લકી ડ્રોમાં બિંગહટ્ટી ડેવલપર દ્વારા આપવામાં આવેલ સ્ટુડિયો એપાર્ટમેન્ટ જીત્યો હતો. આ કેમ્પેઇન દુબઈ ફેસ્ટિવલ્સ એન્ડ રિટેલ એસ્ટેબ્લિશમેન્ટ (DFRE) અને દુબઈ ચેમ્બર્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
કેવી રીતે મળ્યું મફત એપાર્ટમેન્ટ?
રિપોર્ટ અનુસાર, આયશા પોતાના પતિ સાથે શોપિંગ કરવા ગઈ હતી ત્યારે તેમના પતિએ મોલ અને સોશિયલ મીડિયા પર ચાલતા આ લકી ડ્રો વિશે જણાવ્યું. કેમ્પેઇનમાં ભાગ લેવા માટે ભાગ લેનારા આઉટલેટ્સમાંથી ઓછામાં ઓછા 500 દિરહમની ખરીદી કરવી પડે છે. ત્યારબાદ QR કોડ સ્કેન કરીને ખરીદીની રસીદ અપલોડ કરવી પડે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
આયશાએ જણાવ્યું કે જ્યારે તેમને જીતની માહિતી આપતો ફોન આવ્યો ત્યારે પહેલા તો તેમને લાગ્યું કે આ કોઈ સ્કેમ હશે. પરંતુ પછી તેમને સંપૂર્ણ વિગતો સાથે ઈમેલ મળ્યો અને ત્યારબાદ તેમને વિશ્વાસ આવ્યો કે તેઓ ખરેખર વિજેતા બની છે.
ઘર ખરીદવાનો પ્લાન હતો
ગયા વર્ષે લગ્ન કરનાર આયશાએ કહ્યું કે તેઓ અને તેમના પતિ પોતાનું ઘર ખરીદવાનો વિચાર કરી રહ્યા હતા. જોકે, આ વર્ષની શરૂઆતમાં વિસ્તારમાં વધેલા તણાવને કારણે તેમણે પોતાનો પ્લાન થોડા સમય માટે અટકાવી દીધો હતો.
તેમણે કહ્યું, “અમે હંમેશા બીજા લોકોને ઇનામ જીતતા જોયા છે અને તેમના માટે ખુશ પણ થયા છીએ, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે આવું અમારી સાથે પણ થઈ શકે. હવે એવું લાગે છે કે ક્યારેક નસીબ પણ તમારી સાથે હોય છે.”
12 લોકોને મળશે લક્ઝરી એપાર્ટમેન્ટ
‘વિન યોર હોમ ઇન દુબઈ’ કેમ્પેઇન હેઠળ બિંગહટ્ટી કુલ 12 એપાર્ટમેન્ટ આપશે. 30 ઓગસ્ટ સુધી દર અઠવાડિયે નવા વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
DFREના એક્ટિંગ વાઇસ પ્રેસિડેન્ટ મોહમ્મદ ફેરસ અરાયકતે જણાવ્યું કે આ પહેલમાં લગભગ 1,000 બ્રાન્ડ્સ અને 4,000થી વધુ આઉટલેટ્સ જોડાયા છે. તેમણે કહ્યું કે લોકો માટે ભાગ લેવો ખૂબ સરળ છે — માત્ર 500 દિરહમની ખરીદી કરો, QR કોડ સ્કેન કરો અને રસીદ અપલોડ કરીને લકી ડ્રોમાં સામેલ થઈ જાઓ.
આ પણ વાંચો : ગુરુ પુષ્ય નક્ષત્ર 2026: 18 ઓગસ્ટ સુધી આ 4 રાશિઓને મળશે મોટો લાભ












