સંગીત જગત માટે ગૌરવની ક્ષણ, અલકા યાજ્ઞિકને મળ્યો પદ્મ ભૂષણ એવોર્ડ

Alka Yagnik receives the Padma Bhushan award: ભારતીય સંગીત જગતની જાણીતી સિંગર અલકા યાજ્ઞિકને પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે તેમને આ સન્માન આપવામાં આવ્યું. આ ખાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ભાવુક બની અલકા યાજ્ઞિક
પદ્મ ભૂષણ લેવા માટે સ્ટેજ પર પહોંચતા પહેલાં અલકા યાજ્ઞિક ખૂબ જ ભાવુક જોવા મળ્યાં. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઈ તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા. આ ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Delhi | Eminent playback singer Alka Yagnik conferred with Padma Bhushan by President Droupadi Murmu
(Video source: Rashtrapati Bhavan) pic.twitter.com/ui2U9koEMy
— ANI (@ANI) June 23, 2026
ચાહકો અલકા યાજ્ઞિકની સાદગી અને સંસ્કારની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ પળને “સુંદર અને યાદગાર ક્ષણ” કહી રહ્યા છે.
ચાર દાયકાથી સંગીત જગતમાં રાજ
અલકા યાજ્ઞિક છેલ્લા ચાર દાયકાથી પોતાની મધુર અવાજથી કરોડો દિલો પર રાજ કરી રહ્યા છે. તેમના અનેક સુપરહિટ ગીતો આજે પણ લોકોની પહેલી પસંદ છે. જૂની પેઢીથી લઈને Gen-Z સુધી તેમના ગીતો ખૂબ લોકપ્રિય છે.
સોશિયલ મીડિયા પર પણ અલકા યાજ્ઞિકના ગીતો સતત ટ્રેન્ડમાં રહે છે અને રીલ્સમાં ભારે ઉપયોગ થાય છે.
મમૂટી અને આર માધવનને પણ મળ્યો સન્માન
અલકા યાજ્ઞિક ઉપરાંત દક્ષિણ ભારતીય સુપરસ્ટાર મમૂટી અને અભિનેતા આર માધવનને પણ મનોરંજન ક્ષેત્રમાં આપેલા વિશેષ યોગદાન બદલ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.
આ તમામ કલાકારોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો : લગ્ન નહોતા કરવા તો ના પાડતી, પણ મારા દીકરાને માર્યો કેમ: કેતનના પિતાએ કહી મોટી વાત












