એક તરફ સગાઈની તૈયારી અને બીજી બાજુ પરિવાર પર કાળનો પંજો ફર્યો

ગોધરામાં એક રહેણાક મકાનમાં આગ લાગતા એક હસતાં-ખેલતાં પરિવારના ચાર સભ્યના કરૂણ મોત નિપજ્યા હતા. જો કે, ઘરમાં પુત્રીની સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે. આજે સવારે આખો પરિવાર સગાઈ માટે વાપી જવાનો હતો.
નિયતિ જ્યારે રૂઠે છે ત્યારે તે સમય કે સંજોગ કઈ જ જોતી નથી, તેનું આ ગોધરામાં જોવા મળેલું ઉદાહરણ ખરેખર હૃદય કંપાવી દે તેવું છે. હસતાં-રમતાં આખા પરિવારનું આ રીતે અણધાર્યું મૃત્યુ થતાં શહેરમાં સન્નાટો છવાઈ ગયો છે.
આગ લાગવાની ઘટના બની ત્યારે આસપાસના લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ આવે ત્યા સુધી આગ બેકાબૂ બની ગઈ હતી અને ઘરમાં રહેલા 4 લોકોના મોત થઈ ગયા હતા. તમામ સભ્યના મૃતદેહ જ બહાર કાઢી શકાયા હતા.
આજે જે ઘરમાંથી દીકરાએ વરરાજા બનીને સગાઈ માટે નીકળવાનું હતું, તે જ ઘરમાંથી એકસાથે ચાર-ચાર લોકો જીવતા હોમાતાં જોઇને પથ્થર દિલ માણસ પણ રડી પડ્યા હતા. આ બનાવના કારણે માત્ર ગંગોત્રી નગર જ નહીં, પરંતુ સમગ્ર વેપારી આલમમાં ઘેરો શોક છવાઈ ગયો છે. વાપીમાં જ્યાં સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં વેવાઈ પક્ષ પર પણ આ સમાચાર વજ્રઘાત સમાન સાબિત થયા છે.












