વન નેશન, વન ઈલેકશન, JPCના સભ્યો આજથી 3 દિવસ ગુજરાતમાં, પ્રિયંકા ગાંધી સહિતના 39 સભ્યો ગિફ્ટ સિટીમાં રોકાશે

ગાંધીનગર: વન નેશન, વન ઈલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરુ કરી દીધો છે. આજથી ત્રણ દિવસ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીના 39 સભ્યો ગુજરાતમાં આવી રહ્યા છે.
આ કમિટીમાં પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, બાંસુરી સ્વરાજ સહિતના સાંસદો ગિફ્ટ સિટીમાં રોકાણ કરશે. ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમ્યાન જેપીસીના સભ્યો મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, વિવિધ રાજકીય પક્ષના આગેવાનો અને રાજ્યના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી અભિપ્રાયો મેળવશે. આ કમિટી સાંજે 5.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ પણ યોજશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વન નેશન, વન ઈલેક્શન માટે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના અધ્યક્ષ તરીકે કાયદાવિદ પી.પી.ચૌધરી છે. આ સિવાય લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો મળીને કૂલ 39 સભ્યો છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજી ફગાવી દીધી, જાહેર સ્થળેથી શ્વાન હટાવવામાં આવશે












