આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડામાં પ્લેન ક્રેશ થતાં બે ભારતીય ટ્રેઇની પાયલટ સહિત 3નાં મૃત્યુ

  • વિમાન દુર્ઘટનામાંમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા
  • બે ટ્રેઇની પાયલોટ મુંબઈના રહેવાસી હતા
  • ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી

કેનેડામાં વાનકુવર નજીક ચિલીવેકમાં એક પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન દુર્ઘટનામાં બે ભારતીય તાલીમાર્થી પાયલટ સહિત ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે. કેનેડિયન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્વીન-એન્જિન લાઇટ પ્લેન, પાઇપર PA-34 સેનેકા, ચિલીવેક શહેરમાં એક મોટેલની પાછળ ઝાડીઓમાં અથડાયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનામાં માર્યા ગયેલા બે ભારતીય પાયલટની ઓળખ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે છે અને તેઓ મુંબઈના રહેવાસી હતા. સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે.

Plan Crash
Plan Crash

કેનેડિયન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે લોકોને કોઈ જોખમ હોવાના અહેવાલ નથી. આ દુર્ઘટના પાઇપર PA-34 સેનેકા નામના નાના ટ્વીન એન્જિન એરક્રાફ્ટમાં થઈ હતી. રિપોર્ટ અનુસાર, પાઇપર PA-34નું ઉત્પાદન 1972માં કરવામાં આવ્યું હતું અને 2019માં રજીસ્ટર થયું હતું.

જોકે, પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે, ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી છે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જાણવા મળશે. કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે પાંચ એમ્બ્યુલન્સ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.બીજી તરફ, મૃતક પાયલટની માહિતી તેમના પરિવારને આપવામાં આવી છે.

Back to top button