6 બૉલ પર 48 રન… 21 વર્ષના બેટરનો અદ્ભૂત દેખાવ, બે વર્ષ પહેલાં બનેલો રેકોર્ડ હજુય કાયમ

નવી દિલ્હીઃ 8 ઓક્ટોબર, 2025: Cricket Record: ક્રિકેટમાં રેકોર્ડ્સ તૂટવા માટે જ બને છે, પરંતુ અફઘાનિસ્તાનના યુવા બેટર સૈદિકુલ્લાહ અટલ દ્વારા બે વર્ષ પહેલાં સ્થાપિત કરવામાં આવેલો એક વર્લ્ડ રેકોર્ડ આજે પણ કાયમ છે. આ વર્લ્ડ રેકોર્ડ એક જ ઓવરમાં 7 છગ્ગા ફટકારવા સાથે કુલ 48 રન બનાવવાનો છે. જ્યારે સૈદિકુલ્લાહે આ રેકોર્ડ બનાવ્યો, ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી.
એક ઓવરમાં 48 રન
સૈદિકુલ્લાહ અટલે આ કમાલ કાબુલ પ્રીમિયર લીગ (KPL)માં શાહીન હંટર્સ તરફથી રમતા અબાસીન ડિફેન્ડર્સ સામે કરી હતી. આ રેકોર્ડ કોઈ પણ એક ઓવરમાં બેટર દ્વારા બનાવવામાં આવેલો અદ્ભુત રેકોર્ડ છે.
48 બોલમાં સદી ફટકારી
નોંધનીય છે કે, અટલે 19મી ઓવરમાં ડિફેન્ડર્સના ડાબોડી સ્પિનર આમિર જઝઈ સામે 48 રન બનાવ્યા હતા. 19મી ઓવરની પહેલી બોલ નો-બોલ હતી, જેના પર અટલે છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ જઝઈ દ્વારા પાંચ બોલ વાઈડ ફેંકવામાં આવ્યા. આ ઉપરાંત, અટલે ફ્રી-હિટનો ફાયદો ઉઠાવીને છગ્ગો ફટકાર્યો અને પછીની તમામ પાંચેય બોલને બાઉન્ડ્રીની બહાર ઉછાળ્યા. અટલે માત્ર 48 બોલમાં પોતાની સદી પણ પૂરી કરી.
આમિર જઝઈએ આ મેચમાં કુલ 79 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાહીન હંટર્સે 6 વિકેટ પર 213 રન બનાવ્યા હતા. સૈદિકુલ્લાહ અટલે 56 બોલમાં 7 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 118 રન બનાવ્યા હતા. જવાબમાં, ડિફેન્ડર્સની ટીમ 18.3 ઓવરમાં 121 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ અને હંટર્સે 92 રને જીત મેળવી.
સૈદિકુલ્લાહ અટલની કારકિર્દી
લોગરથી આવનારા ડાબોડી ઓપનિંગ બેટર સૈદિકુલ્લાહ અટલે (Sediqullah Atal) વર્ષ 2023 અને 2024માં અફઘાનિસ્તાન માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે.
- આંતરરાષ્ટ્રીય મેચો: તે 1 ટેસ્ટ, 9 વન-ડે અને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યા છે.
- રન: વન-ડેમાં એક સદી અને બે અર્ધસદીની મદદથી 335 રન બનાવ્યા છે, જ્યારે T20 ઇન્ટરનેશનલમાં 3 અર્ધસદી સહિત 402 રન નોંધાવ્યા છે.
આ પણ વાંચોઃ 5 વખત પ્રેમી સાથે ભાગી ગયેલી સ્ત્રી ઝડપાઈ; પતિએ 4 બાળકો સાથે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું
આ પણ વાંચોઃ સંબંધોને શર્મસાર કરતો કિસ્સોઃ સાસુના પ્રેમમાં પાગલ જમાઈએ કરી પત્નીની હત્યા












