ક્રિકેટમાં અશ્વિનની ધમાકેદાર વાપસી, બન્યા નવી ટીમના કેપ્ટન
Ravichandran Ashwin Joins ETPL: રવિચંદ્રન અશ્વિને પોતાના ક્રિકેટ કરિયરમાં એક નવી સફર શરૂ કરી છે. તે રાહુલ દ્રવિડની ટીમ, ડબલિન ગાર્ડિયન્સ સાથે યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) માં કેપ્ટન અને મેન્ટર તરીકે જોડાયો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ આ વર્ષે ડબલિન ગાર્ડિયન્સ ફ્રેન્ચાઇઝના માલિક બન્યા છે.
અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે અને 2025 સીઝન પછી ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી પણ નિવૃત્તિ લેશે. ICC એ ETPL ને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. અશ્વિન ફક્ત ડબલિન ટીમનું નેતૃત્વ કરશે જ નહીં પરંતુ ટીમની વ્યૂહરચના અને ખેલાડીઓના વિકાસમાં પણ યોગદાન આપશે.
રાહુલ દ્રવિડે પહેલાથી જ પુષ્ટિ આપી દીધી છે કે તે ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં દખલ કરશે નહીં કે ડગઆઉટમાં હાજર રહેશે નહીં. આનાથી ડબલિન ગાર્ડિયન્સની સફળતામાં રવિચંદ્રન અશ્વિનની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે. ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સંપૂર્ણપણે અશ્વિન પર રહેશે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, આર અશ્વિન ઓસ્ટ્રેલિયાની BBLમાં જોડાનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા. તેમને સિડની થંડરની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ ઈજાને કારણે BBL 2026 માં રમી શક્યા ન હતા. 2026 ની શરૂઆતમાં, તેઓ મેજર લીગ ક્રિકેટ (MLC) માં રમનાર પ્રથમ ક્રિકેટર બન્યા, જ્યાં તેઓ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ માટે રમ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં કુલ છ ટીમો હશે, જેનું નામ એમ્સ્ટરડેમ, બેલફાસ્ટ, એડિનબર્ગ, ડબલિન, ગ્લાસગો અને રોટરડેમ શહેરોના નામ પરથી રાખવામાં આવ્યું છે. સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મિશેલ સેન્ટનર, ફાફ ડુ પ્લેસિસ અને હેનરિક ક્લાસેન પણ લીગમાં રમશે.
આ પણ વાંચો :Monsoon Skin care : ચોમાસાની ઋતુમાં ખીલથી બચવા માટે કરો આ ઉપાય, ત્વચા રહેશે મુલાયમ












