ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત
સુરતમાં ધૂમ સ્ટાઈલ બાઈક ચલાવવાના કેસમાં 10 આરોપીઓની ધરપકડ, RTOએ વાહનો ડિટેઈન કર્યા

સુરત, 20 જુલાઈ, 2025: સુરત શહેરમાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવવાની ઘટનાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને સ્કૂલ અને કૉલેજના સમય દરમિયાન ખતરનાક રીતે બાઈક ચલાવતા 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરીને રાહદારીઓ અને અન્ય વાહનચાલકોની સલામતીને જોખમમાં મૂકી હતી.
સુરત ટ્રાફિક પોલીસે આ ઘટનાઓની ગંભીર નોંધ લઈને આરોપીઓની બાઈક સહિતના વાહનોને ડિટેઈન કરવા માટે RTOને સોંપ્યા છે. આ ઉપરાંત, પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 (બેદરકાર ડ્રાઈવિંગ) અને 125 (લોકોની સલામતી જોખમમાં મૂકવી) તેમજ ભારતીય મોટર વાહન અધિનિયમની કલમ 194(D) હેઠળ ગુનો નોંધ્યો છે
આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન અને જાહેર સલામતી અંગે ચર્ચા જગાવી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, આવી ઘટનાઓની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવે, જેથી આવા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરી શકાય. RTO અને પોલીસનું સંયુક્ત અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે












