ટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

YouTubeના 20 વર્ષ થયા પૂર્ણ: કંપનીએ કરી મહત્ત્વની જાહેરાત: જાણો

નવી દિલ્હી, 26 એપ્રિલ, 2025: વિશ્વનું લોકપ્રિય વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, YouTube, 2025 માં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે, YouTube એ એક ફરીથી ડિઝાઇન કરેલી ટીવી એપ્લિકેશન રજૂ કરી છે, જેમાં ઘણી નવી સુવિધાઓ હશે. સબ્સ્ક્રાઇબર્સ હવે પોતાનું વ્યક્તિગત સ્પ્લિટ સ્ક્રીન ગ્રીડ બનાવી શકશે. આ ઉપરાંત, આ એપમાં બીજી ઘણી સુવિધાઓ ઉમેરવામાં આવશે. યુઝર ઇન્ટરફેસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ટૂંક સમયમાં યુઝર્સને યુટ્યુબનું નવું યુઝર ઇન્ટરફેસ જોવા મળશે. આ નવા UI ના આગમન પછી, યુઝર્સને યુટ્યુબ પર વિડિઓઝ સ્ટ્રીમ કરતી વખતે એક નવો અનુભવ પણ મળશે.

આજકાલ, તમે જેને જુઓ છો તે દરેક વ્યક્તિ YouTube પર પોતાના વીડિયો અપલોડ કરતી રહે છે. વ્લોગ્સથી લઈને એડિટેડ રીલ્સ સુધી, લોકો યુટ્યુબ પર વિવિધ પ્રકારની સામગ્રી પોસ્ટ કરે છે. આજે યુટ્યુબ વિશ્વનું સૌથી મોટું વિડીયો પ્લેટફોર્મ છે, હવે યું ટયુબ માટે ઘણી નવી સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે. કંપનીના સીઈઓએ યુટ્યુબના 20 વર્ષ પૂર્ણ થવા પર યુઝર્સ માટે એક ખાસ સંદેશ પણ મોકલ્યો છે.

જાણો સીઈઓએ શું કહ્યું?
યુટ્યુબના 20 વર્ષ પૂર્ણ થવા પર, યુટ્યુબના સીઈઓ નીલ મોહને જણાવ્યું હતું કે 23 એપ્રિલ 2025 ના રોજ યુટ્યુબ પર પહેલીવાર કોઈ વિડિઓ અપલોડ કરવામાં આવ્યો હતો. એક સરળ વિડિઓ શેરિંગ પ્લેટફોર્મ તરીકે શરૂ કરીને, યુટ્યુબે સંસ્કૃતિ અને આપણે વિડિઓઝનો ઉપયોગ કરવાની સાથે મનોરંજન બનાવવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખી છે.

પહેલો વિડીયો ક્યારે અપલોડ થયો હતો?
તમારામાંથી ઘણા લોકો YouTube પર કલાકો વિતાવતા હશે, પરંતુ શું તમે ક્યારેય શોધ્યું છે કે YouTube પર અપલોડ થયેલો પહેલો વિડિઓ કયો હતો? 23 એપ્રિલ 2005 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયેલો પહેલો વિડીયો “મી એટ ધ ઝૂ” નામનો હતો. આ 19 સેકન્ડનો વિડિયો તેના સહ-સ્થાપક જાવેદ કરીમે સાન ડિએગો પ્રાણી સંગ્રહાલયમાંથી અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં, કરીમ પ્રાણી સંગ્રહાલયમાં હાજર હાથીઓને બતાવી રહ્યો છે. આ સંદર્ભમાં, આજે તેમનો વીડિયો ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યો છે અને લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

અપડેટેડ YouTube TV એપમાં સુધારેલ વિડિઓ પ્લેયર ઇન્ટરફેસ હશે. આ સાથે, પ્લેટફોર્મે મલ્ટિવ્યૂ ક્ષમતાનો વિસ્તાર કર્યો છે, જે અગાઉ ફક્ત રમતગમત અને સમાચાર સુધી મર્યાદિત હતી. આનો અર્થ એ છે કે તમે આ સુવિધાનો ઉપયોગ રમતગમત સિવાયના કન્ટેન્ટ પર પણ કરી શકો છો.

બ્લોગપોસ્ટમાં માહિતી પ્રકાશિત કરવામાં આવી છે
કંપનીએ યુટ્યુબ ટીવી, યુટ્યુબ કિડ્સ અને યુટ્યુબ મુખ્ય એપ્લિકેશનમાં નવા ફીચર્સ ઉમેર્યા છે. યુટ્યુબના 20 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, કંપનીએ એક બ્લોગ પોસ્ટ પણ બહાર પાડી છે. આ બ્લોગપોસ્ટમાં, યુટ્યુબે ઘણી વિગતો જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેટફોર્મ પર દરરોજ 2 કરોડ વીડિયો અપલોડ થાય છે.

આ પણ વાંચો….ભારત-પાકિસ્તાન તંગદિલીઃ સરકારે મુસાફરોના હિતમાં એરલાઈન્સને આપ્યા નિર્દેશ, જાણો

Back to top button