ગુજરાતમાં 1 વર્ષમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો જાણી દંગ રહેશો

- 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ
- અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 7,854 લોકોના મોત થયા છે
- 4,406 વ્યક્તિઓએ હાઈવે પર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે
ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં કુલ 7,854 લોકોના મોત થયા છે, જે પૈકી 6,594 લોકોના મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાની ઘટનામાં થયા હોવાનો ઘટસ્ફોટ એક્સિટેન્ટલ ડેથ એન્ડ સ્યુસાઈડ ઈન ઈન્ડિયા રિપોર્ટ 2023માં કરવામાં આવ્યો છે.
અકસ્માતોની સંખ્યામાં લગભગ 3.6 ટકા જેટલો વધારો નોંધાયો
અગાઉના વર્ષોની સરખામણીમાં, રાજ્યમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતોની સંખ્યામાં લગભગ 3.6 ટકા જેટલો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં ગુજરાતમાં કુલ 16,349 માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જ્યારે વર્ષ 2022માં માર્ગ અકસ્માતની ઘટના 15,777 હતી. ગુજરાતમાં 83.95 માર્ગ અકસ્માત મોત ઓવરસ્પીડથી વાહન ચલાવવાના કારણે થાય છે. વર્ષ 2023માં રાજ્યમાં બનેલા 16,349 માર્ગ અકસ્માતમાં 15,383 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જૈ પૈકી 12,653 લોકોને ઓવસ્પીડિંગના કારણે ઈજાઓ થઈ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
4,406 વ્યક્તિઓએ હાઈવે પર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા
આ ઉપરાંત રાજ્યમાં જોખમી, બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અથવા ઓવરટેકિંગ કરવાના કારણે 816 લોકોના મોત થયા હતા, જ્યારે જ્યારે 1,812 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. માર્ગ અકસ્માતમાં જીવ ગુમવનારા કુલ 7,854 લોકો પૈકી 4,406 વ્યક્તિઓએ હાઈવે પર અકસ્માતોમાં મૃત્યુ પામ્યા હતા. 2,267 લોકોએ સ્ટેટ હાઈવે પર અને 2,139 વ્યક્તિઓએ નેશનલ હાઈવે પર બનેલી અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં જીવ ગુમાવ્યા હતા.
એક્સપ્રેસ-વે પર માર્ગ અકસ્માતમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા
એક્સપ્રેસ-વે પર માર્ગ અકસ્માતમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2023માં અમદાવાદમાં બનેલી 1,767 માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 535 લોકોના મોત, જ્યારે 1,347 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ જ રીતે સુરતમાં બનેલા 650 માર્ગ અકસ્માતમાં 309 લોકોના મોત, જ્યારે વડોદરામાં 199 લોકોએ, તો રાજકોટમાં 178 વ્યક્તિઓએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં જાણો કેટલો પડ્યો વરસાદ












