નેશનલવિશેષ

ભોપાલમાં ભંગારમાંથી વિશ્વની સૌથી મોટી રુદ્ર વીણા બનાવી, જાણો શું છે વિશેષતા

દેશભરમાં કચરાના મેનેજમેન્ટ માટે નાના-મોટા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ ભોપાલમાં થયો હતો. ભોપાલના કલાકારોના એક ગ્રુપે કચરો અને નકામી વસ્તુઓને જોડીને રુદ્ર વીણા તૈયાર કરી છે. આ કલાકારોએ આ રુદ્ર વીણાને “વેસ્ટ ટુ વન્ડર” નામ આપ્યું છે. તેની સ્થાપના ભોપાલ શહેરના વ્યસ્ત અટલ પથ પરના ચાર રસ્તા પર કરવામાં આવી છે. 15 કલાકારોએ વિશ્વની સૌથી મોટી રુદ્ર વીણા તૈયાર કરવામાં પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું.

આ પણ વાંચો : 1984 ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વળતર વધારવાની માંગ કરતી ક્યુરેટિવ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી

આટલા ફૂટ લાંબી, પહોળી અને ઉંચી વીણા

હકીકતમાં ભોપાલમાં ભંગારનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર કળાનો પરચો બતાવ્યો છે. જ્યાં 15 કલાકારોએ છેલ્લા 6 મહિનાની મહેનત બાદ લગભગ 28 ફૂટ લાંબી, 12 ફૂટ ઉંચી અને 10 ફૂટ પહોળી રૂદ્ર વીણા તૈયાર કરી છે. તેને સાંકળ, ગિયર, બોલ-બેરિંગ, વાયર જેવી વસ્તુઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવી છે, જેનું વજન 5 ટન એટલે કે 50 ક્વિન્ટલ છે. આ મોટી વીણા બનાવવામાં લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

આ પણ વાંચો : અભ્યાસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, બોલિવૂડ ફિલ્મો પણ કરી, પછી એક જ પ્રયાસમાં IPS ઓફિસર બની !

‘કબાડ સે કંચન’ થીમ હેઠળ તૈયાર કરી

પવન દેશ પાંડે, એક કલાકારે જણાવ્યું હતું કે “આ વીણાને ‘કબાડ સે કંચન’ થીમ હેઠળ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી 15 કલાકારોએ મળીને તેને ડિઝાઇન કરી, ભંગાર ભેગો કર્યો અને પછી તેને બનાવી. આખરે સૌથી મોટી વીણા બનીને તૈયાર થઇ ગઈ.” તેણે વધુમાં જણાવ્યું કે “અમે ભારતીય થીમ પર કામ કરવા માગતા હતા જેથી નવી પેઢી ભારતીય સંસ્કૃતિ વિશે વધુ જાણી શકે. રુદ્ર વીણા પોતે એક યુનિક છે. આવી સ્થિતિમાં હવે તેને એવી જગ્યાએ મૂકવામાં આવશે જ્યાં લોકો તેની નજીક સેલ્ફી લઈ શકે. હાલમાં ‘વેસ્ટ ટુ વન્ડર’ નામ આપવામાં આવ્યું છે અને અટલ પથ પરના ચાર રસ્તા પાસે મુક્યું છે.”

આ પણ વાંચો : દિલ ગુજરાતમાં…પણ મતદાન મધ્યપ્રદેશમાં, જાણો- ગુજરાતનું કયું છે આ ગામ ?

વિશ્વનીઓ સૌથી મોટી વીણા

વીણા બનાવનારી ટીમે દાવો કર્યો છે કે તેઓએ સંશોધન કર્યું અને જાણવા મળ્યું કે આટલી મોટી વીણા અગાઉ ક્યારેય ભંગારમાંથી બનાવવામાં આવી નથી. આ માત્ર ભોપાલની જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી વીણા છે. ભોપાલ જ નહી પરંતુ સમગ્ર દેશમાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને લોકો સેલ્ફી પણ લે છે.

Back to top button