
World News : ફિલિપાઇન્સની રાજધાની મનીલાના દક્ષિણમાં એક એર બેઝ પર તાલીમ ઉડાન દરમિયાન બે વાયુસેનાના વિમાનો અથડાયા અને ક્રેશ થતા અકસ્માત સર્જાયો છે. આ દરમિયાન સેનાએ જણાવ્યું કે, આ અકસ્માતમાં ચાર લશ્કરી પાઇલટના મોત થયા છે.
ફિલિપાઇન એર ફોર્સ (PAF)ના એક સત્તાવાર નિવેદન અનુસાર, શુક્રવારે બાટાંગાસ પ્રાંતમાં ફર્નાન્ડો એર બેઝ પર નિયમિત તાલીમ ઉડાન દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સામેલ બંને વિમાનો SF-260 મોડેલના ટ્રેનર એરક્રાફ્ટ હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઉડાન ભરતી વખતે બંને વિમાનો હવામાં અથડાઈ ગયા હતા. વિમાન એર બેઝ પરિસરમાં ક્રેશ થયું હતું, જેના કારણે જમીન પર કોઈને ઈજા થઈ નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બધા SF-260 વિમાનોને ગ્રાઉન્ડેડ કરાયા
અકસ્માત પછી તરત જ, ફિલિપાઇન એર ફોર્સે તેના SF-260 તાલીમ વિમાનના સમગ્ર કાફલાને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડેડ કર્યો હતો. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માતના ચોક્કસ કારણની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિમાનો ગ્રાઉન્ડેડ રહેશે. SF-260 વિમાન સાથે જોડાયેલો આ પહેલો અકસ્માત નથી. અગાઉ, આ મોડેલના વિમાનો અકસ્માતોમાં સામેલ થયા છે. મે મહિનામાં, ઉત્તરી ફિલિપાઇન્સના પર્વતીય વિસ્તારમાં એક SF-260 વિમાન ક્રેશ થયું હતું, જેમાં બે પાઇલટ્સના મોત થયા હતા. 2023માં એક SF-260 TP માર્ચેટી વિમાન તાલીમ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં બે પાઇલટ્સના મોત થયા હતા.
તેણે લડાઇ કામગીરીમાં પણ ભૂમિકા ભજવી
SF-260 વિમાનનો ઉપયોગ ફક્ત પાયાના પાઇલટ્સ તાલીમ માટે જ નહીં પરંતુ લશ્કરી કામગીરીમાં પણ કરવામાં આવ્યો છે. 2017 માં, જ્યારે ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા આતંકવાદીઓએ દક્ષિણ શહેર મરાવી પર કબજો કર્યો હતો, ત્યારે ફિલિપાઇન્સની સેનાએ મહિનાઓ સુધી ચાલેલા લશ્કરી કાર્યવાહી અને હવાઈ હુમલામાં આ SF-260 વિમાનોનો સક્રિયપણે ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો : ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો: કિંમત 117 ડોલરને પાર, સોમવારે શેરબજારમાં કડાકાની ભીતિ












